________________
ભક્તિના વીસ દોહરા
૪૭.
ગાથા - ૮ જ
ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દેઢ ભાન;
સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. આ દોહરામાં સુંદર વાત કરી છે કે આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું હોય તો તેનું મુખ્ય સાધન ભક્તિ છે. આત્માને લક્ષમાં રાખી જે કંઈ સાધના કરીએ એ બધી ભક્તિ જ છે. એવું નથી કે ભક્તિના પદો ગાઈએ એ જ ભક્તિ છે. આત્માના હિતને લક્ષમાં રાખીને તમે સ્વાધ્યાય કરો એ પણ ભક્તિ જ છે. જ્ઞાનીઓના બોધનો વિચાર કરો તો એ પણ ભક્તિ જ છે. ધ્યાનની અંદર ભગવાનના દર્શન કરો કે સત્પરુષના દર્શન કરો તો એ પણ ભક્તિ જ છે. શ્રી બનારસીદાસજી કહે છે,
શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન; લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ.
– શ્રી સમયસાર નાટક આ નવધા ભક્તિ છે. આવો ભક્તિનો રંગ હે પ્રભુ! મને ક્યારે લાગશે? આ દેહ તે હું નથી, હું માત્ર આત્મા છું એમ સમજાય તો જ્યાં પરમાં પ્રીતિ થઈ છે એ ત્યાંથી ફરીને આત્મસ્વરૂપ પ્રત્યે અથવા સપુરુષ પ્રત્યે લક્ષ થાય, બહુમાન-ભક્તિ થાય એ ભક્તિમાર્ગ છે. જેવી પ્રીતિ સંસારના પદાર્થોમાં છે એવી મોક્ષના સાધનોમાં પ્રીતિ થાય એ ભક્તિ છે. ભગવાનના અને સપુરુષોના ગુણોમાં અનુરાગ થવો એનું નામ ભક્તિ છે.
સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દરિસણ શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ ઝીંપી વસે મુક્તિધામે.
–દેવચંદ્રજી કૃત મહાવીરજિન સ્વતન મોક્ષમાર્ગશ્ય નેતા ભેત્તાર કર્મભૂભુતામ્ / જ્ઞાતારું વિશ્વ તત્ત્વનામ્ વંદે તળુણ લબ્ધયે /
–શ્રી તત્ત્વાર્થસૂત્રનું મંગલાચરણ તમારા ગુણોની પ્રાપ્તિને લક્ષમાં રાખી તથા એવા ભાવ કરીને હું આપને વંદન કરું છું કે તમારા જેવા ગુણો મારામાં પણ પ્રગટે. એનું નામ ગુણાનુરાગ. સ્વામીગુણ ઓળખી સ્વામીને