________________
૪૯૩
છ પદનો પત્ર છે. હવે એ આપણું સ્વભાવ પરિણમન નથી અને આ પરિણમનના હકીકતમાં કર્તા નથી, પણ કર્મના ઉદય સાથે ભળવાથી થયેલા સાંયોગિક અને નૈમિત્તિક ભાવ છે. આ મારા સ્વાભાવિક ભાવ નથી. સાહજિક ભાવ નથી. આટલું જ્ઞાન દરેક મુમુક્ષુને, ભલે આત્મજ્ઞાન ના થયું હોય તો પણ રહેવું જોઈએ. નહીં તો બીજા ઉપર આરોપ થઈ જાય કે આના દ્વારા મારા ભાવ બગડ્યા.આના દ્વારા મારી આ ક્રિયા થઈ. આ હતો માટે મને આમ થયું. આ ના હોત તો મને આમ ના થાત. આવો આરોપ આપણે બીજા ઉપર ઢોળી દઈએ છીએ. કેમ કે હું જ્ઞાન સ્વરૂપનો કર્તા છું અને આનો કર્તા નથી, એ સમજણ એ વખતે ત્યાં હાજર નથી. શ્રી સમયસારમાં કહ્યું છે કે,
જે માનતો મુજથી દુઃખી, સુખી હું કરું પર જીવને; તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે.
જ્યાં કર્મ ઉદય જીવ સર્વે દુઃખી તેમ સુખી થતાં; તું કર્મ તો દેતો નથી તો તે કેમ દુઃખી સુખી કર્યા.
– શ્રી સમયસાર જીવે પોતાની કલ્પનાથી માન્યું કે આણે મને સુખી કર્યો, આણે મને દુઃખી કર્યો અને હકીકતમાં જોઈએ તો કોઈએ સુખી નથી કર્યો, દુઃખી પણ નથી કર્યો. એને કલ્પના દ્વારા સુખ કે દુઃખ ભાસ્યું છે. જો આ ભેદવિજ્ઞાન થાય તો પેલો આરોપ જે બહારમાં નિમિત્ત ઉપર થાય છે, એના બદલે એનો આરોપ સ્વદોષ ઉપર આવે કે મેં કલ્પના કરીને પેલા નિમિત્તને સુખરૂપે માન્યું, આ નિમિત્તને દુઃખ માન્યું. તો હકીકતમાં મારી એ કલ્પના હતી, પણ વાસ્તવિકતા ન હતી. "
જેમ વૈજ્ઞાનિકો સમજીને પ્રયોગ કરે અને વ્યવહારમાં આપણે લાભ ઉઠાવીએ છીએ, તો એવી રીતે આ પ્રક્રિયા સમજી અને વ્યવહારમાં એનો લાભ ઉઠાવવાનો છે કે જ્યારે સુખદુઃખના કાંઈ બનાવો બને છે, શાતા-અશાતાના બનાવો બને છે. (સમયે સમયે ચાલુ છે; દરેક જીવને ઉદયને અનુરૂપ) ત્યારે એ શાતા કે અશાતા કંઈ બહારથી નથી આવી, પણ અંદરના ઉદયથી આવી છે અને અંદરનો ઉદય પણ ક્યારે આવે છે? કે પહેલા બાંધ્યો હતો ત્યારે આવે છે અને એ ઉદય પણ મારો નિજભાવ નથી. મારો સ્વભાવ નથી. એ ઉદયમાં હું જોડાઉં છું ત્યારે સુખ કે દુ:ખને આધીન થઈને એ ભાવોને હું કરું છું. હકીકતમાં એ ભાવોનો પણ હું કર્તા નથી. તો જયારે શાતા કે અશાતાનો ઉદય આવે અને આ જ્ઞાન હાજર હોય ત્યારે એ નિમિત્ત બાજુ વળ્યા