________________
૬૧૫
ત્રણ મંત્રની માળા દેતાં દરેક ક્રિયામાં મંત્રસ્મરણનું બળ જો રાખે તો તે એકાંતમાં આ મંત્ર દ્વારા આત્મધ્યાન પ્રાપ્ત કરી આત્માનું કલ્યાણ સાધી શકે. કોઈ પણ ક્રિયા કરતા હોય - તમે ગાડી ચલાવતા હોય તો પણ તમારું મંત્રનું સ્મરણ ચાલવું જોઈએ, જમવા બેઠા હોય તો પણ મંત્રનું સ્મરણ ચાલવું જોઈએ. જો આ સ્મરણ નહીં હોય તો તમે જમવા બેઠા હશો તો તેમાં એકાકાર થઈ જશો, ધંધામાં હશો તો તેમાં એકાકાર થઈ જશો, બીજી ક્રિયામાં એકાકાર થઈ જશો. જો આ મંત્રનું બળ હશે તો એ તમારા ઉપયોગનું - આત્માનું રક્ષણ કરશે. એટલે શ્રી બ્રહ્મચારીજીએ કહ્યું છે,
મંત્ર મંત્રો સ્મરણ કરતો કાળ કાઢું હવે આ,
જ્યાં ત્યાં જવું પર ભણી ભૂલી બોલ ભૂલું પરાયા; આત્મા માટે જીવન જીવવું લક્ષ રાખી સદાયે, પામું સાચો જીવનપલટો, મોક્ષમાર્ગી થવાને.
– પૂ. બ્રહ્મચારીજી કેવી સરસ રચના બ્રહ્મચારીજીએ કરી છે! હવે આ મનુષ્યભવનો કિંમતી સમય હું સાંસારિક કાર્યોમાં કે પદાર્થોમાં કે સંસારની ખટપટોમાં લગાડીશ નહીં. કેમ સાધનામાં આગળ નથી વધાતું ? બધી સાધના કેમ ધોવાઈ જાય છે ? સંસારની પ્રવૃત્તિઓ, આરંભ-પરિગ્રહની પ્રવૃત્તિઓ અને બીજી લૌકિક પ્રવૃત્તિઓ એટલી બધી આપણે વધારી દીધી છે કે હવે એમાંથી પાછું ફરવું આપણા માટે બહુ અઘરું થઈ ગયું છે. ગૃહસ્થદશા છે એટલે કમાવું પડે, તો એટલી પ્રવૃત્તિ તમે ચાર-છ કલાક કરો, તમારા ભાગ્ય અનુસાર મળી જશે. બાકીનો જે સમય તમે ટી.વી.માં, મોબાઈલમાં, વિકથાઓમાં, સાંસારિક કાર્યોમાં કે બીજી ખટપટોમાં કાઢો છો તે તમારા આત્માની સાધનાને ધોઈ નાંખે છે, તમારો ઉપયોગ ડહોળાઈ જાય છે.
ઘણા વર્ષોની કરેલી સાધના પણ થોડા અજ્ઞાની અને અસંયમીઓના સંપર્કથી ધોવાઈ જાય છે. આપણને તેમની સંગતિ બહુ ગમે છે અને જ્ઞાનીઓ તથા સંયમીઓની સંગતિ આપણને ઓછી ગમે છે, એ જ આપણી રુચિ ક્યાં છે તે બતાવે છે. હું એમ કહ્યું કે, તમને મારે અઠવાડિયું મારા ખર્ચે ઈડર શિબિરમાં લઈ જવાના છે. ટિકિટના પૈસા, રહેવાનો અને જમવાનો બધો ખર્ચ મારા તરફથી. નામ લખાવો. આ એક સ્કીમ અને બીજી સ્કીમમાં એમ કહ્યું કે મારે તમને કેરાલા લઈ જવાના છે અને ત્યાં સરસ બીચ છે, ચારે બાજુ સરસ ગ્રીનરી અને બીજી પણ ફરવાની એટલી બધી સરસ જગ્યાઓ છે; પણ ત્યાં ચાર્જ થશે, તો તમે શું પસંદ કરશો? તમને કેરાલા જવાનું ગમશે. એ જ તમારી યોગ્યતા અને રુચિ બતાવે છે. પરમકૃપાળુદેવે કહ્યું છે,