________________
ભક્તિના વીસંદોહરા ભક્તિ કરી અમરાપુરી પામ્યા, અંતે ચોર્યાશી માંહી રે.
મૃત્યુ પછી પોતાની શી ગતિ થશે એ ચિંતનમાં લો. આ ચિંતનનો વિષય છે. આત્મા સુખી છે કે દુઃખી એનો વારંવાર વિચાર કરવો. મૃત્યુ પછી પોતાની શી ગતિ થશે એ સંભાળ લેવાતી નથી, આત્માર્થે કંઈ પુરુષાર્થ થતો નથી. આત્માનું હિત થાય એ પ્રકારની સાધના કે પુરુષાર્થ બનતો નથી. પણ આત્માનું અહિત થાય એવા કાર્યો જીવ નિરંતર કરે છે.
કરે બાહ્ય પર રાગ...
૬૪
દેહ અને ઈન્દ્રિયોથી પ્રાપ્ત થતા બાહ્ય પદાર્થોમાં રાગ કરીને જીવ કર્મબંધ કરી રહ્યો છે. દેહ અને ઈન્દ્રિયોથી પ્રાપ્ત થતા જગતના બાહ્ય પદાર્થો જે અનુકૂળ છે તેમાં સુખબુદ્ધિ કરી છે, એટલે તેમાં રાગ થાય છે. જગતના સર્વ જીવોને ઈન્દ્રિયોના સુખમાં જ રાગ છે. હવે આપણે એક ને એ બાજુ નવ્વાણું. આ બાજુ આપણે એકલા કહીએ છીએ કે આત્મામાં સુખ છે અને પેલી બાજુ નવ્વાણું કહે છે કે દેહ અને ઈન્દ્રિયોમાં સુખ છે. હવે એ નવ્વાણું સાચા કે તમે એકલા સાચા ? અને પેલા નવ્વાણું બધી ઊંચી ડીગ્રીઓવાળા છે, ભણેલાગણેલા છે પાછા ! દેહ અને ઈન્દ્રિયોથી પ્રાપ્ત થતા બાહ્ય પદાર્થો છે. તેમાં રાગ કરીને જીવ કર્મનો બંધ કરી રહ્યો છે. જેટલો રાગ થાય છે એ બધોય આત્માનું અહિત કરનારો છે. પ્રશસ્ત રાગ પણ જો આત્માને ભમાવનારો છે તો આ તો બધા અપ્રશસ્ત રાગ છે. ક્યાંય રાગ થયો તો સમજવું કે આ કર્મબંધનું કારણ છે.
દેહમાં રાગ થાય, ઘરવાળામાં રાગ થાય, કુટુંબીજનોમાં રાગ થાય, પૈસામાં રાગ થાય, બાહ્ય સુખમાં રાગ થાય એ બધું કર્મબંધનું કારણ છે. તે બાહ્ય પ્રવૃત્તિથી નિવર્તીને આત્માના હિતમાં જોડાવા અહીં બોધ કર્યો છે. પરમકૃપાળુદેવ કહે છે,
અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા !! ઉઘાડ ન્યાય - નેત્ર ને નિહાળ રે ! નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.
આ બધી બાહ્ય પ્રવૃત્તિને બાળી નાખ પ્રભુ ! ના બળે તો થોડો આઘો તો ખસ. બધાને છોડીને આત્માના હિતમાં જોડાવા માટે અહીં બોધ કર્યો છે કે દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર
રાગ.