________________
૨૩૫
શું સાધન બાકી રહ્યું ? ભગવાન એ અઘરું કાર્ય કરી શકતા નથી ! ભગવાન મિથ્યાત્વનું સેવન કરી શકતા નથી. તો, ભગવાન કરતાં પણ તમે ઘણા આગળ છો !!
મિથ્યાત્વ આદિક ભાવને, ચિરકાળ ભાવ્યા છે જીવે;
સમ્યક્ત્વ આદિક ભાવને, ભાવ્યા નથી પૂર્વે જીવે. સમ્યગદર્શન થયું એટલે કેવળજ્ઞાનની છેક તળેટીમાં આવી ગયો. જેમ તમે પાલિતાણાની તળેટીમાં આવો, અને તમને ડુંગર દેખાય છે કે હવે અહીંથી ચઢવાનું છે. એક પગથિયું ચઢો એટલે તમારી ચઢવાની શરૂઆત થઈ ગઈ. તો, આ ભગવાન પ્રત્યેની ભક્તિ જગતના પદાર્થો પ્રત્યેની ભક્તિને ઘટાડે છે. કોઈ કહે કે સાહેબ ! અમે તો અમારા ઘરવાળાની પણ ભક્તિ કરીએ ને ભગવાનની પણ કરીએ. અમારે તો બધાયની ભક્તિ સરખી, નકામાં રાગ - દ્વેષ થાય એવું શું કરવા કરવું! ત્યારે જ્ઞાની કહે છે કે, એવું નથી પ્રભુ ! નરસિંહ મહેતાને કૃષ્ણની ભક્તિ વધારે હતી કે એમના ઘરવાળાની ભક્તિ વધારે હતી? ઘરવાળા ગુજરી ગયા તો તેમણે શું કહ્યું? “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ.”
તમે કોઈ દિવસ આવું બોલી શકો છો? નહીં બોલી શકો. કેમ કે, તમારો પ્રેમ ત્યાં ઢળેલો છે, મોહ છે. ભગવાનના નામે મીરાંબાઈએ ઝેર પી લીધા. હવે તમને કોઈ કહે કે આ ઝેર છે, પીવો, ભગવાને મોકલ્યું છે, ગુરુએ મોકલ્યું છે, તો તમે નહીં પીઓ. કારણ કે, એવી શ્રદ્ધા અને ભક્તિ નથી.
અંત મેં સે તંત કાઢયા પીછે રહ્યા સોઈ, રાણે મેલ્યા વિના પ્યાલા પીએ મસ્ત હોઈ;
અબ તો મેરે રામ નામ દૂસરા ન કોઈ. દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે પરમ પ્રેમ એ વ્યવહાર સમકિત છે, જે પહેલા પ્રકારનું સમકિત છે. અહીંથી મોક્ષની શરૂઆત થાય છે. જ્યાં પહેલું સમકિત દઢ થયું ત્યાં મોક્ષની શરૂઆત થઈ અને પછી એ ક્રમે ક્રમે આગળ જતાં આત્માની અનુભૂતિ કરી લે છે. આત્માના આશ્રય વગર તો કોઈનું કલ્યાણ થયું નથી થતું નથી અને ભવિષ્યમાં થાય એવી કોઈ વ્યવસ્થા પણ નથી. ત્રણે કાળમાં, ત્રણે લોકમાં તમામ જીવો માટે આત્માનું કલ્યાણ આત્માના આશ્રયે રહેલું છે. ગુરુનો, ધર્મનો, ભગવાનનો, શાસ્ત્રનો આશ્રય પણ આત્માનો આશ્રય કરવા માટે છે; એમના મારફતે આપણે આત્માનો આશ્રય જ કરવાનો છે. તો, આત્માનું જેમ જેમ માહાભ્ય આવતું જશે, જેમ