________________
ભક્તિના વીસ દોહરા
દે. સત્પુરુષના વિયોગમાં તેમનું શરણ લઈને વચન તથા નયનને સ્મરણ, કીર્તન, દર્શન આદિમાં રોકવા. સત્પુરુષનો જ્યારે વિયોગ હોય ત્યારે તેમનું શરણ ગ્રહણ કરી, તેમના વચનોને સ્મૃતિમાં લાવી, બંધ આંખે એમના દર્શન કરી એમનું સ્મરણ કરવું. ભગવાનના ગુણોનું કીર્તન કરવું અને એવા ઉત્તમ વીતરાગી પુરુષોના દર્શનમાં ઉપયોગને રોકવો.
૭૦
પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ.
- શ્રી દેવચંદ્રજી મહારાજ કૃત ઋષભજિન સ્તવન જૈસી પ્રીતિ હરામ કી, ઐસી હર પર હોય, ચલો જાય વૈકુંઠ મે, પલ્લો ન પકડે કોઈ.
ઉપયોગને બીજામાં જતો રોકી, આત્માની સાધનામાં લગાડી ગુપચુપ આત્માનું હિત કરી લેવું. કોઈને કહેવાની જરૂર નથી, બતાવવાની જરૂર નથી, દેખાડવાની જરૂર નથી. તમે તમારું કામ ગુપચુપ કરી લો. લોકપ્રસંગ ઘટાડી આત્માર્થમાં લાગ્યા રહેવું. આ મુદ્દો અગત્યનો છે. આ વચનને પહેલા ચોપડીમાં લખો અને પછી હૃદયમાં લખો. લોકપ્રસંગ ઘટાડી આત્માર્થમાં લાગી રહેવું એટલે લોકોનો પરિચય ઘટાડવો. લોકોની સાથે વધારે સમય આપણો ના બગડી જાય એનું ધ્યાન રાખવું. કોઈ આવી ગયું અને કામ પતી ગયું તો એને રવાના કરવો. એટલે વારંવાર તમે એને વહેલો રવાના કરશો તો પછી કારણ વગર આવતો બંધ થઈ જશે. ‘જરા બેસો, મારે રસોડામાં કામ છે, પછી આવું છું' એમ કહી એને અડધો કલાક બેસાડી રાખો એટલે ઓટોમેટીક જતા રહે. એમાં કહેવું નહીં પડે.
સ્કીમ રાખો તો બધું કામ થશે. વેપારીઓ માલ વેચે છે તો શું કરે છે ? એક સાબુની ભૂકી સાથે ડોલ ફ્રી. પણ એ ભૂકી કેવી હોય ? મીઠાવાળી. છોકરાને આઠ આના વાપરવા નથી આપતા અને તને ડોલ મફત આપી દેશે ? તોય લોકો લાખોની સંખ્યામાં છેતરાય છે. જે જ્ઞાનીઓના ભક્ત નથી, ભગવાનના સાચા ભક્ત નથી એ જીવો આસક્તિપૂર્વક સંસારના કાર્યોમાં, ખટપટમાં લાગેલા હોય છે. ચોવીસ કલાક તેમને સંસારની ખટપટ હોય છે. જ્ઞાનીઓના ભક્તને એવી ખટપટ ના હોય કે જેથી એ આત્માનું હિત ચૂકી જાય. આપણે કોના ભક્ત છીએ? પરમકૃપાળુદેવના. તો પરમકૃપાળુદેવે તો એમ કહ્યું છે કે એક ક્ષણનો પણ પ્રમાદ કરશો નહીં. સંસારની ખટપટોમાં ડૂબેલા જીવો સાથે હું તન્મય થઈ જાઉં છું અને આત્માનું હિત ચૂકી જાઉં છું. તેમ ન કરતાં તે પ્રત્યે ઉદાસભાવ, ઉપેક્ષાભાવ રહેવો જોઈએ. તેમજ ગૃહકુટુંબ આદિના કાર્યો ઘણા આનંદ સાથે કરું છું. ઘર ને કુટુંબના બધા કામ આનંદથી કરે. બહારગામ ગયા હોય