________________
૫૩૦
છ પદનો પત્ર
માનતા હોય એવું પણ કલ્યાણ થાય. હું કોઈને દુશ્મન નથી માનતો; અજ્ઞાન અવસ્થામાં અથવા મારા કોઈ કર્મના ઉદયના કારણે ભલે કોઈ મને માને, પણ હું કોઈને માનતો નથી. એના તરફ પણ મને સમતા છે. જો આ ભાવ થાય તો મન આકુળ-વ્યાકુળ થાય જ નહિ. મનમાં જે આ બધા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના આવેગ છે, એનું કારણ શું છે? ખોટા ભાવ વગર તો થતું નથી અને ખોટો ભાવ આવ્યો છે એ જ્ઞાનની અજાગૃતિ છે. હવે જ્ઞાનને હાજર કરો.
તન મન ધન ને અન્નનું, દે સુખ સુધાસમાન; આ અવનિનું કર ભલું, ભયભંજન ભગવાન.
- શ્રીમદ્ રાજચંદ્ર - પૃ. ૨- પ્રભુ પ્રાર્થો આવો સાચા હૃદયથી કરુણાયુક્ત ભાવ નીકળે અને આપણા આત્માને એ વખતે ઠંડકનો અનુભવ ના થાય એમ કેમ બને? અત્યારે જે આમ તપી રહ્યો છે એ કેમ તપી રહ્યો છે? ખોટા ભાવમાં ઉપયોગ ચાલી રહ્યો છે માટે બીજા જીવોને કોઈપણ પ્રકારે દુઃખી કરવાના ભાવ ચાલી રહ્યા છે માટે. હવે એ ભાવ પલટો ખાઈ જાય અને સમજણ સહિત સાચા ભાવમાં આવી જાય તો એ જ વખતે અંદરમાં શીતળતા એવી આવે છે કે તમારે કષાય કરવા હશે તો પણ નહીં થાય.
જ્ઞાનીઓને કષાય કરવા હોય તોય નથી થતા. કેમ કે, જ્ઞાન હાજર છે. જ્ઞાન તેને કહીએ કે જે હર્ષ અને શોકના પ્રસંગે, રાગ ને દ્વેષના પ્રસંગે હાજર રહે. ઘરમાં કોઈ ઝઘડો થાય તો એ જ વખતે જ્ઞાન હાજર રહેવું જોઈએ. મારું કામ નથી. ખસી જવા જેવું છે. મૌન થવા જેવું છે. પાછું ફરવા જેવું છે. એમને તો સંસારમાં ફરવું છે તો કરશે, આપણે સંસારમાં નથી ફરવું. માટે ખસી જાઓ. મૌન થઈને એબાઉટટર્ન. અત્યાર સુધી તો ફોરવર્ડ માર્ચ હતા. હવે એબાઉટ ટર્ન. મોક્ષે જવું છે અને કષાયને પડખામાં લઈને ફરીએ તો જવાય નહીં. વિષય હોય, કષાય હોય, આરંભ હોય કે પરિગ્રહ હોય, આ બધાય,
અશુચિપણું, વિપરીતતા, એ આગ્નવોનાં જાણીને; વળી જાણીને દુઃખકારણો, એથી નિવર્તન જીવ કરે.
– શ્રી સમયસાર - ગાથા – ૭૨ આગ્નવોની સાથે, કષાયોની સાથે જે ગાંઠ બાંધી છે તેની સાથે છૂટાછેડા કરો. વર્તમાનમાં લગ્ન તો પાંચ-પચાસ વર્ષ રહેશે. તમારું જો હું કેટલું રહેવાનું? પછી તો તૂટવાનું છે, પણ કષાય