________________
૨૨૪
શું સાધન બાકી રહ્યું ? જેટલા જીવો મોક્ષે ગયા છે તે બધા ભેદવિજ્ઞાનના પ્રતાપથી ગયા છે અને જેટલા જીવો સંસારમાં રખડી રહ્યા છે તે બધા ભેદવિજ્ઞાનના અભાવના કારણે રખડી રહ્યા છે. એટલે “માત્ર એક સત્યરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વન્ય જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” બને નહીં! એવું કરિયાણાની દુકાને થોડો મોક્ષ મળવાનો છે કે દુનિયાના જીવો પાસેથી થોડો મોક્ષ મળે છે? મોક્ષના દાતા તો જ્ઞાની છે વ્યવહારથી અને નિશ્ચયથી મોક્ષનો દાતા તો તમારો આત્મા છે પ્રભુ! સદગુરુની આજ્ઞા પ્રત્યે અપૂર્વ પ્રેમ લાવો; બસ આટલું કરવાનું છે આપણા તરફથી. જ્ઞાની પ્રત્યે અપૂર્વ પ્રેમ અને આજ્ઞાંકિતપણું. અપૂર્વ પ્રેમ હશે તો આજ્ઞાંકિતપણું ઓટોમેટિક આવી જશે અને સાચું આજ્ઞાંકિતપણું હશે તો અપૂર્વ પ્રેમ હશે. બંને એકબીજાના સાથે સંકળાયેલા છે.
બળિયો થઈને આરાધે; વીર્યને સ્કુરાયમાન કરે, વીર્યવાન થાય, બળવાન થાય અને પછી જ્ઞાનીના બોધ અનુસાર પોતાની સાધના કરે, આરાધે તો તે જીવમાં આત્મજ્ઞાન થવાની પાત્રતા આવે.
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોધ; તો પામે સમકિતને, વતે અંતરશોધ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦૮, ૧૦૯ બળિયો થઈને આરાધે તો પાત્ર થાય અને આગળ દશા પ્રાપ્ત કરતા સમતિ પામી લે, આ સમકિત પામવાની ચાવી, આત્માના અનુભવને પ્રાપ્ત કરવાની ચાવી. અપૂર્વ પ્રેમે આજ્ઞાનું આરાધન કરે. અપૂર્વ પ્રેમ એટલે પરાભક્તિ. શ્રી બનારસીદાસજી કહે છે,
શ્રવણ કીર્તન ચિતવન, વંદન સેવન ધ્યાન; લઘુતા સમતા એકતા, નવધા ભક્તિ પ્રમાણ.
– શ્રી સમયસાર નાટક આપણે અત્યાર સુધી આંધળા થઈને દોડ્યા જ કર્યા છીએ અને સમકિત પ્રાપ્ત કરી શક્યા નથી. કેમ કે, સપુરુષ પ્રત્યે આજ્ઞાંકિતપણું ન હતું અને તેમના પ્રત્યે પ્રેમ ન હતો અને આપણે આપણી કલ્પના અનુસાર દોડ્યા'તા.