________________
છ પદનો પત્રા
૪૮૯ સંબંધથી ઉત્પન્ન થયેલો એક સાંયોગિક ભાવ છે. શુદ્ધ નિશ્ચયનયથી એ ભાવ આત્માના નથી, પણ અશુદ્ધ નિશ્ચયનયથી એ આત્માના કહેવામાં આવે છે. અશુદ્ધ નિશ્ચયનયથી એટલે વ્યવહારથી એને આત્માના કહેવામાં આવે છે. કેમ કે, આત્મામાં થયા છે માટે. પણ એકલા આત્મા દ્વારા એ થયા નથી. એમાં નિમિત્ત તરીકે કાંઈક વસ્તુ પડી છે. કર્મનો ઉદય થયો ત્યારે થયા છે. નિમિત્તથી થયા છે. એનો અર્થ એવો નથી કે એનો કર્તા આત્મા છે. જેમ કે, દૂધમાં તમે દહીનું ટીપું નાખીને મેળવ્યું. સવારમાં જોઈએ તો દૂધ દહીંરૂપે થઈ ગયું. મેળવણ નાંખનારો દહીંરૂપે પરિણમ્યો છે ? માણસ તો માણસ જ રહ્યો છે. મેળવણ નાંખનારો કાંઈ દહીંરૂપે પરિણમી ગયો નથી. દહીં તો દૂધનું થયું છે. દૂધ દહીંરૂપે પરિણમ્યું છે. મેળવણ નાંખનારો દહીંરૂપે પરિણમી ગયો નથી. માટે,દહીંનો કર્તા દૂધ છે.
એવી રીતે જ્ઞાની પુરુષો કહે છે કે અહીં આગળ આત્માના વિભાવથી કર્મના પુદ્ગલો, જે કામણવર્ગણા શદ્ધ હતી, જેને વિસ્ત્ર સોપચય કામણવર્ગણા કહેવામાં આવે છે, એ કર્મરૂપે પરિણમી ગઈ છે. આત્મા નથી પરિણમી ગયો એમ કહેવાનો મતલબ છે. જેમ દૂધમાં મેળવણ નાંખનારો માણસ દહીંરૂપે પરિણમ્યો નથી. એ માણસ તો માણસ તરીકે જ રહ્યો છે, એનો જાણનાર થયો છે પણ એ કોઈ ક્રિયાનો કરનાર થયો નથી. એવી રીતે આ બાજુ આત્માને વિભાવો થયા અને કાર્મણવર્ગણાઓ જે શુદ્ધ હતી એ કર્મરૂપે પરિણમી અને આત્મપ્રદેશો સાથે બંધાઈ ગઈ. તો કાર્મણવર્ગણા પોતે જ કર્મરૂપે પરિણમી અને બંધાણી છે. આત્માએ એને બાંધી નથી. આત્મા તો એ વખતે પણ એનો જોનારો છે. એનો કર્તા નથી. વિભાવનો કર્તા આત્મા નથી અને શુદ્ધ કાર્મણવર્ગણાઓને કર્મરૂપે પરિણમાવવાનો કર્તા પણ આત્મા નથી. બેય વાતનો ખ્યાલ રાખવાનો છે.
એક માણસ દર્શન કરવા દેરાસર જાય છે અને બીજો માણસ જોઈ રહ્યો છે. તો જવાની ક્રિયાનો કર્તા કોણ છે? જે દર્શન કરવા જઈ રહ્યો છે તે અને જોનારો જુદો છે. જોનારો છે એ જનારો નથી. જોનારો છે એ જનારાથી જુદો છે. એમ આત્મામાં કર્મરૂપે પરિણમી કર્મરૂપે બંધાનાર પુદ્ગલ કર્મ છે અને એનો જોનારો આત્મા છે. આત્મા કાંઈ કર્મરૂપે પરિણમી અને કર્મરૂપે બંધાઈ ગયો નથી. જેમ પેલાનો જોનારો અને જાણનારો જુદો પુરુષ છે એમ કર્મને કર્મરૂપે પરિણમાવનાર કર્મ છે અને એને જોનારો આત્મા છે. એને કરનારો આત્મા નથી. કેમ કે, કર્મરૂપે પરિણમી અને આત્માના પ્રદેશો સાથે બંધ થઈ જવો એ પરમાણુની ક્રિયા છે. એ કાંઈ ચેતનની ક્રિયા નથી. ચેતનની ક્રિયા તો જાણવાની ક્રિયા છે. આત્મા જ્યારે વિભાવ કરે