________________
૪૩૪
છ પદનો પત્ર પહેલાં તો આત્માના અસ્તિત્વનો સ્વીકાર થવો, હોવાપણાનો સ્વીકાર થવો એ મોટી વાત છે. મોટા ભાગના લોકો તો હું આત્મા છું એ માનવા જ તૈયાર નથી. અત્યારે તમે સદ્દામ હુસેનને કે બુશને જઈને કહો કે સાહેબતમે આત્મા છો, તો સ્વીકારી શકે નહીં. જેમ પરમકૃપાળુદેવ તેમની દિકરીને કહેતાં કે તું આત્મા છે. તો તે કહેતી, “ના, હું તો કાશી છું.” આપણે પણ બુદ્ધિના લેવલથી કહીએ છીએ, અંદરના ઊંડાણના લેવલથી નથી કહેતા. આપણે કાશી જેવા જ છીએ ! “આત્મા છું' એમ કહેતા તો ઉપયોગ સમગ્ર આત્મામાં ફરી વળવો જોઈએ અને જગતના તમામ દ્રવ્યોથી, સર્વથી, સર્વ પ્રકારે હું ભિન્ન અને અસંગ છું એવો ઉપયોગમાં આત્મા નજરાવો જોઈએ. નજરાયા વગર કહીએ છીએ તે તો ઉછીની મૂડીનો વ્યાપાર છે.
અંદરમાં આત્માનું અસ્તિત્વ નજરાય. એટલે અસ્તિત્વ ગુણના હોવાપણાનો સ્વીકાર, To be. દ્રવ્યનું લક્ષણ સત્ છે.
સત્ દ્રવ્ય લક્ષણ / ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય યુક્ત સત્ |
– શ્રી તત્ત્વાર્થસૂત્ર - અધ્યાય - ૫ - સૂત્ર - ૨૯, ૩૦ દરેક દ્રવ્યના સાધારણ અને અસાધારણ ગુણો હોય છે. દરેક દ્રવ્ય અસાધારણ ગુણથી બીજા દ્રવ્યથી જુદું પડે છે. સાધારણ ગુણો તો દરેક દ્રવ્યમાં હોય છે. સાધારણ ગુણો છ છે. તેમાં અસ્તિત્વ ગુણ એ સામાન્ય ગુણ છે. જે દરેક દ્રવ્યમાં હોવાથી આત્મદ્રવ્યમાં પણ અસ્તિત્વ ગુણ છે. જેના કારણે તેની હયાતિ છે, એવો નિર્ણય થાય છે.
કોઈપણ દ્રવ્ય એવું નથી કે જે ગુણ વગરનું કે લક્ષણ વગરનું હોય. ચૌદ રાજલોકમાં છ દ્રવ્ય છે. સાતમું દ્રવ્ય ક્યાંય નથી. જ્ઞાનીઓને જગતનું આકર્ષણ કેમ નથી થતું? કેમ કે એમણે તો જગતનો નિર્ણય ઉપયોગમાં, જ્ઞાનમાં કરી લીધો છે. એટલે એમને બહારના કોઈ પદાર્થ તરફ આકર્ષણ થતું નથી. આકર્ષણ મુખ્યપણે અજ્ઞાની જીવોને થાય છે, તે પણ પુદ્ગલમાં. ચેતનમાં થતું નથી. કેમ કે, તે અમૂર્ત છે. એટલે તે ઈન્દ્રિયજ્ઞાનનો વિષય નથી કે એમાં આકર્ષણ થાય. ઈન્દ્રિયજ્ઞાનનો વિષય એક પુદ્ગલ દ્રવ્ય છે, જે રૂપી પદાર્થ છે, મૂર્ત તત્ત્વ છે. જ્ઞાન એ આત્મતત્ત્વનું અસાધારણ લક્ષણ છે. દર્શન, જ્ઞાન અને આનંદ આ બધા અસાધારણ ગુણો છે કે જે જીવ સિવાય બીજા અન્ય દ્રવ્યમાં નથી. પહેલાં નય, નિક્ષેપ અને પ્રમાણ દ્વારા આત્મતત્ત્વનો નિર્ણય કરો. પછી આગળ અનુભવના લેવલે આત્માનો નિર્ણય થશે. પણ, નય, નિક્ષેપ અને