________________
૪૨૩
છ પદનો પત્ર
અનુભવવાળું સમકિત ભલે પછી થશે, પણ આટલું સમકિત આપણને અહીં આ કાળમાં, આ ક્ષેત્રમાં હમણાં થઈ શકે તેવું છે; જ્ઞાનીપુરુષના બોધનો આધાર લઈએ તો. બાકીના જે કોઈ દેવ હોય, ગુરુ હોય કે ધર્મ હોય તેને આપણે હમણાં બાજુમાં રાખો. કુદેવ, કુગુરુ અને કુધર્મની શ્રદ્ધા એ પણ આમાં એક મહાન બાધક થાય છે. આપણો એવો અભ્યાસ નથી કે સાધના નથી કે સાચા દેવ-ગુરુ-ધર્મની આપણે ઓળખાણ કરી શકીએ. એટલી આપણી ઉત્કૃષ્ટ મુમુક્ષુતા નથી. જ્યાં સુધી પ્રત્યક્ષ સત્પરુષને ઓળખવાની શક્તિ ના આવે ત્યાં સુધી પરમકૃપાળુદેવ અથવા આત્મજ્ઞાની નિગ્રંથ ગુરુ અથવા પૂર્વે થયેલા કોઈપણ જ્ઞાનીપુરુષને પકડીને તમે બેસી રહે. એ શ્રદ્ધામાં જો તમે ડગુમગુ થશો અને વર્તમાનમાં તમારી ઓળખાણ કરવાની શક્તિ નથી અને તમે કોઈ દેવ-ગુરુ-ધર્મની વિપરીત શ્રદ્ધા કરી લેશો, તો આ વર્તમાનનો યોગ પણ જે હાથમાં આવ્યો છે તે નિષ્ફળ જશે. એટલે એવું જોખમ બને ત્યાં સુધી વિચારક જીવો લેતા નથી. તો, આ ચરણાનુયોગની અપેક્ષાએ પ્રથમ પ્રકારનું સમકિત કહેવાય.
દ્રવ્યાનુયોગની અપેક્ષાએ છપદની શ્રદ્ધા, નવતત્ત્વની શ્રદ્ધા, દ્રવ્ય-ગુણ-પર્યાયથી વસ્તુના સ્વરૂપની ઓળખાણ તે સમકિત કહેવાય. જેને આચાર્ય શ્રી ઉમાસ્વામીએ શ્રી તસ્વાર્થ સૂત્રમાં તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમ્યગદર્શનમ્' કહ્યું છે. આ પણ વ્યવહાર સમકિતની આગળની ભૂમિકાનું કાર્ય છે કે જેને દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા થઈ ગઈ તે હવે તેમના બોધ દ્વારા આ છ પદની અને નવ તત્ત્વની શ્રદ્ધા કરે છે.
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. દશા ને એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૮, ૩૯ “આવે જ્યાં એવી દશા એટલે શમ્, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા - આ ગુણો અંદરમાં કંઈક અંશે પણ આવે. ત્યારે “સદ્ગરબોધ સુહાય'. હવે એને આ છ પદના પત્રનો બોધ કે નવતત્ત્વનો બોધ સહાયક બને છે, વાસ્તવિક લાભકારક થાય છે, છ પદનો પત્ર તો જીવ પહેલાં પણ ગોખી ગયો હતો. નવતત્ત્વ ઉપર તેણે પુસ્તક પણ લખેલું, પણ નવતત્ત્વનું કે છ પદનું પરિણમન જે થવું જોઈએ તે નહોતું થયું. તે હવે આ દશાના આધારે તેને સુવિચારણાની શ્રેણીમાં લઈ જાય છે. હવે તેને સૂક્ષ્મ સ્વ-પરના ભેદજ્ઞાનના વિચારોની જાગૃતિ થાય છે. હવે