________________
૪૧૬
છ પદનો પત્ર
સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ?
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૨૬૪ - ગાથા - ૧૭ - “વીસ દોહરા' પરમકૃપાળુદેવે ૧૬૬ મા પત્રમાં કહ્યું છે કે “બે અક્ષરમાં માર્ગ છે તો એ બે અક્ષર કયા? તો કે આજ્ઞા અને જ્ઞાન. પહેલી આજ્ઞા પછી જ્ઞાન.
પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧ સીધી વાત છે કે પ્રત્યક્ષ સદ્ગુરુ વગર પરોક્ષપણે જિન પરમાત્માનો ગમે તેટલો ઉપકાર હોય તો પણ વર્તમાનમાં એ પ્રત્યક્ષ પુરુષ જ નિમિત્ત થાય છે. આવો જ્યાં સુધી લક્ષ નહીં થાય
ત્યાં સુધી આત્માનો વિચાર નહીં ઉગે. જ્ઞાનની વાત તો હજુ બહુ છેટી છે. આત્માનો વિચાર પણ એને સમ્યફ પ્રકારે ઉગતો નથી. અંદરમાં કળી ફૂટી પછી ઝાડ થાય, ફૂલ આવે ને ફળ થાય; પણ અંદરમાં વિચાર ઉગે જ નહીં એટલે કે આત્મજ્ઞાન થવાની કળી ફૂટે જ નહીં તો તેના ઉપર આત્મજ્ઞાન કે કેવળજ્ઞાનરૂપી ફળ અને ફૂલ ક્યાંથી આવવાના છે! માટે છ પદનું રહસ્ય હેડીંગમાં જ મૂકી દીધું છે. જુઓ ! જ્ઞાનીઓની એક ખૂબી હોય છે કે એમને જે કહેવું હોય તે મંગલાચરણના શ્લોકમાં કે ઉપરના હેડીંગમાં સારરૂપે કહી દેતાં હોય છે. એટલે સમ્યગદર્શનનું મૂળ તો સદ્ગુરુ છે.
આ થયા વગર આ છ પદ ગમે તેટલા ગોખી જઈશું કે રોજ બોલી જઈશું તો પણ જ્યાં સુધી પ્રત્યક્ષ સત્પરુષની આજ્ઞાનું માહાસ્ય નહીં આવે અને આરાધન નહીં થાય ત્યાં સુધી તે સમ્યગ્રદર્શનમાં નિમિત્તભૂત નહીં થાય. આ શરત છે, એ પછી બીજી બધી વાત આવે છે. માટે હેડીંગમાં એમણે આ વાત કહી કે અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્દગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. અત્યંત ભક્તિથી નમસ્કાર એટલે જેનો અંત જ ના આવે એવી ભક્તિથી નમસ્કાર, જેને સર્વોત્કૃષ્ટ ભક્તિ કહેવામાં આવે છે. વ્યવહારમાં પણ જોઈએ છીએ કે વેવાઈ આવવાના હોય અને તેમની ભક્તિ કરવાની હોય, ત્યારે છેક એરોડ્રામ લેવા જઈએ છીએ. બધાંય પ્રોગ્રામ બાજુમાં મૂકી દઈએ છીએ અને એમના માટે સારું સારું ભોજન, રહેવાનો સરસ રૂમ ગોઠવી આપીએ છીએ અને જયાં જવું હોય ત્યાં ગાડીની સગવડ કરી આપીએ છીએ. એ