________________
૫૪૪
છ પદનો પત્ર તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વતે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો . અપૂર્વ. ૩
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૭૩૮ - “અપૂર્વ અવસર સ્વાધ્યાય અને ધ્યાન, એ બે ની વૃદ્ધિ થાય તો આ મોક્ષમાર્ગ આગળ ચાલે છે અને તેના પાયામાં વૈરાગ્ય અને ભક્તિ જોઈશે. ધ્યાન અને સ્વાધ્યાય એ તો ઉત્તમ છે, પણ સત્પરુષના અનુગ્રહ વગર જીવ સ્વાધ્યાય અને ધ્યાનની સમ્યફ પ્રકારે વૃદ્ધિ કરી શકતો નથી.
જ્યાં જ્યાં રાગ છે ત્યાં ત્યાંથી રાગ ઉઠાવીને વૈરાગ્ય દાખલ કરવાનો છે. આ રાગ એ મારા આત્માને મહાન નુક્સાન કરનાર છે. ખંજવાળ આવે છે. એને આપણે ખુજાવીએ છીએ અને મીઠી લાગે છે, પણ હકીકતમાં દુઃખનું કારણ બને છે. એવી રીતે રાગ આપણને લાગે છે મીઠો, પણ છે ઝેરી. પ્રશસ્ત રાગ તો કોઈ અપેક્ષાએ, આપણી ભૂમિકા અનુસાર કર્યા વગર છૂટકો નથી. કેમ કે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે અત્યારની ભૂમિકા પ્રમાણે સાચા દેવ, ગુરુ અને ધર્મમાં ભલે રાગ હોય. ગૌતમસ્વામીને પણ હતો અને આપણે નહીં રાખીએ તો શુષ્કતામાં જતા રહીશું. જો આ બોર્ડર લાઈન છે, શુષ્કતામાં નહીં જવાની. જુઓ ! એમાં ભક્તિ મૂકી દીધી, સદેવ-ગુરુ-ધર્મનો વિનય કે આશ્રય મૂકી દીધો, સત્સંગનો આશ્રય મૂકી દીધો. હવે મારે કોઈની જરૂર નથી, હવે તો આત્મા દ્વારા, આત્માનું જ્ઞાન આત્મામાંથી પ્રગટ કરી લઈશ છે એવી એકાંતે વાત પકડી લીધી તો માર્ગ મળશે નહીં.
નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૩૧ દાન, તપ વગેરે સાધન છે એ વ્યવહારની ભૂમિકા અનુસાર આવવાના અને નિશ્ચયમાં જશો પછી તમારે સાધનો છોડવા નહીં પડે. તમારી દશા વધશે એટલે એ સ્વયં છૂટી જશે. નાની ઉંમરે ચાલણગાડીની જરૂર પડે, પણ મોટી ઉંમર થતાં તે સ્વયં છૂટી જાય છે. એમ દશા આવ્યા વગર, સાધન જો છોડી દે તો એ પણ પડી જાય. દશા ના હોય ને કરવા ગયા તો તકલીફમાં આવશો. શુષ્ક જ્ઞાનમાં એવા આવી જશો કે જ્યાં છો ત્યાંથી પણ પાછા આવી જશો. માટે વૈરાગ્ય અને ભક્તિ આવશ્યક છે.