________________
ક્ષમાપના
૨૦૩ .
‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' – પરમગુરુ પરમાત્મા જેવો જ હું સહજાત્મસ્વરૂપી આત્મા છું. પાંચેય પરમગુરુ સહજાત્મ સ્વરૂપે છે અને પણ સહજાત્મસ્વરૂપ છું. એમણે સહજાત્મસ્વરૂપનો આશ્રય કર્યો ને પરમાત્મદશા પ્રગટ કરી અને હું પણ મારા સહજાત્મસ્વરૂપનો આશ્રય કરું તો મારી પરમાત્મદશા પ્રગટ થાય. ‘મા રુo અને મા તુષ્ટ - શિવભૂતિ મુનિ, આ એક જ વચનથી કામ કરી ગયા. બહુ શાસ્ત્રોની જરૂર નથી, બહુ બોધની પણ જરૂર નથી. જ્ઞાનીપુરુષ પાસે રહેવાથી એમના બોધ દ્વારા તત્ત્વ તમને સમજાઈ જાય. એક મંત્ર તમને આપે, હવે તમે એને લસોટ્યા કરો બસ. જેટલો વધારે લસોટશો એટલો કરંટ વધારે !
એક ભાઈ હતા. એમને મોક્ષે જવાની ખૂબ તાલાવેલી લાગી. તો ઠેર ઠેર બધા સંતોને મળે, અને પૂછે કે મારે મોક્ષ કેમ પ્રાપ્ત કરવો ? શું કરવું ? પણ કોઈથી એમનો કાંઈ મેળ ખાધો નહીં, એમને સંતોષ થયો નહીં. પછી કોઈએ કહ્યું કે ભાઈ, આ નદીકિનારે એક સંત ઝૂંપડીમાં રહે છે તે આત્મજ્ઞાની છે અને એમના આધારે કંઈક જીવોને સમ્યગ્દર્શન થયું છે, એમની પાસે જાઓ. તો એમની પાસે ગયા અને કહે કે ‘સાહેબ ! મને બોધ આપો. મને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું છે.’ તો એમણે કહ્યું કે, ‘ૐ’ ‘સોહમ્’ બસ ! તારે આટલું જ કરવાનું. ‘ૐ’ એટલે શુદ્ધાત્મા, તે જ હું. ‘સોહમ્' એટલે પરમાત્મા, તે જ હું.
જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મ; હું જ સેવ્ય મારા વડે, અન્ય સેવ્ય નહિ જાણ.
· શ્રી સમાધિશતક - ગાથા - ૩૧
—
‘ૐ’, ‘સોહમ્’ બસ ! આટલું જ. પેલો કહે કે સાહેબ ! હજી વધારે વિસ્તારથી કહો. આટલામાં તો મારું કામ થાય નહીં. હું તો કેટલાય પંડિતોનું સાંભળીને આવ્યો છું, હવે તમારા બે વચનથી મને શું લાભ થવાનો ? આવું તો બધાય બોલતા હોય. સંત કહે કે ભાઈ ! અહીં તો આટલું છે, વધારે જોઈતું હોય તો આ બાજુના ગામની અંદર બનારસના પંડિત આવેલા છે, ત્યાં જાઓ તો તેઓ તમને વધારે સમજાવશે. પેલા ભાઈ બાજુના ગામમાં પંડિત પાસે ગયા. પંડિતને કહ્યું કે મને તમે ભણાવો અને સમજાવો, તમે તો કાશીના પંડિત છો. પંડિત કહે કે હું ભણાવું અને સમજાવું તો પછી મારા ઘરનું કામ કોણ કરે ? મારે રાંધવાનું ય હાથે હોય અને ઘરનું કામ પણ હાથે છે. પેલો કહે કે હું તમારી સેવા કરીશ અને સાંભળીશ. પછી પંડિત પાસે ભણવા બેઠા. ભણતા ભણતા બાર વર્ષ થઈ ગયા. હવે ચાલીસ કબાટ હતા તેમાંથી હજી પાંચ કબાટો જ ખોલેલાં, હજી પાંત્રીસ કબાટ તો ભણાવવાના બાકી હતા. એટલે કહે કે સાહેબ !