________________
૧૮૩
શું સાધન બાકી રહ્યું ?
સદગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ભાસ્ય નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૧૧૯, ૧૨૦ જે નિમિત્ત અને ઉપાદાનનો સમ્યક્ પ્રકારે સમન્વય કરે છે તે મોક્ષની બાજી જીતી જાય છે. ઉપાદાનની યોગ્યતા વગર નિમિત્ત પણ કાંઈ નિમિત્ત બની શકતું નથી અને નિમિત્ત વગર ઉપાદાન સમ્યફ પ્રકારે સાધના કરી શકતું નથી. યોગ્યતા છે, શક્તિ છે પણ એ શક્તિને વ્યક્ત કરવાની સાધના ગુરુગમપૂર્વકની છે. કેમ કે, તત્ત્વના ભેદ બહુ સૂક્ષ્મ છે. યથાર્થ સમજણના અભાવે જીવ પરમાં ક્યાંક ને ક્યાંક હિત-અહિત બુદ્ધિ ધારી લે છે, અહ-મમત્વપણું ધારી લે છે, એનું કર્તા-ભોક્તાપણું ધારી લે છે. પરની કોઈ ક્રિયા મારા દ્વારા થાય છે, મારી કોઈ ક્રિયા બીજા દ્વારા થાય છે, એવી અંદરમાં ક્યાંક માન્યતા કરી બેસે. વળી, આ દેહ હશે તો ધર્મ થશે, એમ કહે છે, દેહ ના હોય તો ધર્મ થાય નહીં ! તો તો સિદ્ધ ભગવાન ધર્મ કરી શકે જ નહીં. દેહથી ધર્મ થતો નથી, દેહથી ધર્મ થાય છે એ વ્યવહાર છે અને આત્માથી આત્મધર્મ થાય છે એ નિશ્ચય છે. આત્માનો ઉપયોગ આત્માકાર થાય તો જ આત્માનો ધર્મ થાય. તો દેહની ક્રિયાને આત્માની ક્રિયા માનવી, મને કર્મ નડે છે એટલે હું કામ નથી કરી શકતો, અમુક પ્રકારના નિમિત્તો છે એટલે મારું કામ થતું નથી એ બધી બહાનાબાજી છે. સાતમી નરકનો નારકી જીવ એટલા પ્રતિકૂળ સંયોગોમાં પણ સમ્યગદર્શન પ્રાપ્ત કરી લે છે તો આપણે કેમ ના કરી શકીએ? હા, પાંચ સમવાય કારણોનો સહયોગ હોય છે, પણ મુખ્ય જીવની યોગ્યતા છે. માટે, છૂટવાની તીવ્ર તાલાવેલી જાગવી જોઈએ. એ નથી જાગી બસ, તીવ્ર તાલાવેલી જાગશે તો એ જગતના તમામ કાર્યોને સાપેક્ષતાથી ગૌણ કરીને મુખ્ય કાર્ય આત્મજ્ઞાનનું કરી લેશે.
સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સરુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૩૫ જે સમજે તે થાય' એ ઉપાદાનની અપેક્ષાથી અને “સદ્ગઆજ્ઞા જિનદશા એ નિમિત્ત અપેક્ષાથી કથન છે. જે બંનેની યથાર્થ સાપેક્ષતા રાખે છે તે જ કાર્યને સિદ્ધ કરી શકે છે, બન્નેની