________________
ક્ષમાપના
૨૮૭ રત્નત્રયની અભેદતા પ્રગટ કરવી એ જ લક્ષ છે. રત્નત્રયની અભેદતા એટલે શુદ્ધોપયોગ પ્રગટ કરવો એ જ સાચા સાધકનું ધ્યેય હોય છે. દરેક જ્ઞાનીઓનું ધ્યેય આ જ છે કે મારો ઉપયોગ અખંડપણે મારા આત્મામાં સ્થિર રહે. હવે એ ધ્યેયને બાજુમાં મૂકી અને ઉપયોગ ડહોળાઈ જાય એવી પ્રવૃત્તિઓ કરે તો તે જ્ઞાની નથી. ઉપયોગ ડહોળાઈ જાય એવી પ્રવૃત્તિ કેમ કરે છે? તારું ધ્યેયતે બાંધ્યું છે તો હવે આ કાર્યઅસંગતામાં, એકાંતમાં, ધ્યાનમાં, અંતર્મુખતામાં થવાનું છે. દોડાદોડ કરવાથી થવાનું નથી.
પંડિત ઔર મશાલચી, ઉનકી એહી રીત;
ઔરન કો પ્રકાશ દે, આપ અંધેરે બીચ. જ્ઞાનીના બોધથી લક્ષ થવો જોઈએ અને લક્ષને અનુરૂપ પુરુષાર્થ કરવો જોઈએ.
નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજસમાધિમાંય.
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર -ગાથા - ૧૧૮ આત્મસિદ્ધિ બોલતાં બોલતાં સહજ સમાધિમાં આવી ગયા. શ્રી આત્મસિદ્ધિનું પ્રયોજન આત્માને સિદ્ધ અવસ્થા પ્રગટ કરાવવી તે છે અને ઉપયોગ આત્મામાં લાગ્યો એટલે એનું ધ્યેય પૂરું થયું, એ જ એનું લક્ષ હતું બસ ! રોજ મંદિરમાં જાય અને કહે કે હે પ્રભુ! હવે આ સંસારના દુઃખમાંથી મને છોડાવ. તું આવું અનેક વર્ષ સુધી માંગીશ તોય નહીં મળે અને મંદિરમાં બેસીને માંગ્યા વગર એક આત્માનો આશ્રય લઈને બેસીશ તો તારું કામ થઈ જશે.
સમજે તો સહજમાં મોહ્ન છે, નહીં તો અનંત ઉપાય પણ નથી.
સદુગર કહે સહજ કા ધંધા ઔર વાદવિવાદ કરે સો અંધા. લિખાલિખી કી બાત નહીં, દેખા દેખી કી બાત;
દુલ્હા દુલ્હન મિલ ગયે ઔર ફિક્કી રહ ગઈ બારાત. આ લખવાની વાત નથી, એને અનુરૂપ પરિણમવાની વાત છે. આત્માના સ્વભાવ પરિણમન વગર આત્માનું સાચું હિત થઈ શકે નહીં.
ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહીં નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭૮