________________
૫૧૩
છ પદનો પત્ર
સોભાગભાઈને પણ પત્રાંક - ૭૮૦માં પરમકૃપાળુદેવે બોધ આપ્યો છે, “જેને કોઈપણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી તે મહાત્માને વારંવાર નમસ્કાર.” આ શેના માટે લખ્યું છે? સોભાગભાઈને રાગ-દ્વેષ છોડાવવા માટે લખ્યું છે. જ્ઞાનીપુરુષની એક ખૂબી છે કે હેડીંગમાં આખા પત્રનો સાર મૂકી દે. હવે એવા મહાત્મા તો કોણ છે? એક તો પરમાત્મા અને બીજા આત્મજ્ઞાની નિગ્રંથ આચાર્યો. તો એવા પુરુષોને અમે નમસ્કાર કરીએ છીએ. નમસ્કાર કેમ કરીએ છીએ? એમની વીતરાગતાના કારણે. અહીં નમસ્કાર કર્યા છે એ શેના કારણે કર્યા છે? એમની વીતરાગતાના કારણે. પત્રાંક – ૭૮૦ માં છેલ્લે કહે છે, “આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે.” ખરું કલ્યાણ આનાથી છે કે કોઈ પ્રત્યે કિંચિત્માત્ર પણ રાગ થાય નહીં. જીવ કહે છે કે તમે કહો તો લાખ રૂપિયાનો ચેક આપી દઉં. પાલિતાણાનો ડુંગર૯૯ વખત ચડી જાઉં, પણ આ કિંચિત્માત્ર રાગ તમે કરવાની ના કહો છો એ તો અમારાથી થઈ શકે એવું નથી ! તો જ્ઞાની પુરુષો કહે છે કે કલ્યાણની આશા તું રાખીશ નહીં. કેમ કે,
યહ રાગ-આગ દઈ સદા, તાતેં સમામૃત સેઈએ, ચિર ભજે વિષય-કષાય અબ તો, ત્યાગ નિજપદ બેઈયે; કહા રચ્યો પર પદમેં, ન તેરો પદ યહૈ, ક્યોં દુઃખ સહે, અબ “દૌલ’ હોઉં સુખી સ્વપદ રચિ, દાવ મત ચૂકો યહે.
- શ્રી દોલતરામજી કૃત છહ ઢાળા” રાગ એ આગ છે. જેટલો રાગ છે એટલો દઝાડવાનો આત્માને. એટલા જ્ઞાન-દર્શન ગુણ આવરણમાં આવે છે. જેટલો રોગ થાય છે એટલું મોહનીય કર્મ (દર્શનમોહ અને ચારિત્રમોહ) અને એના કારણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ બંધાય છે. સાતે કર્મો રાગ-દ્વેષ કરવાથી સમયે-સમયે બંધાય છે.
તેથી ન કરવો રાગ જરીયે, ક્યાંય પણ મોક્ષેચ્છુએ; વીતરાગ થઈને એ રીતે એ ભવ્ય ભવસાગર તરે.
- શ્રી પંચાસ્તિકાય આરોપ કલ્પનાથી મૂક્યો છે કે આણે મારું ખોટું કર્યું અથવા આ મારું ખોટું કરે છે. કોઈ કોઈનું ખોટું કરી શકતું નથી અને કોઈના દ્વારા કોઈનું ખોટું થતું પણ નથી. આપણે જે કંઈ ખોટું