________________
શું સાધન બાકી રહ્યું ?
૨૩૧
છે, શ્રદ્ધા છે, અર્પણતા છે તો શાસ્ત્ર વાંચતા તેને બધોય મર્મ સમ્યપણે સમજાતો જાય છે અને પછી એવી સ્થિતિ આવી જાય છે કે એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં તેનો ઉપયોગ ફરી વળે છે. આવો દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેનો અને પોતાના આત્મા પ્રત્યેનો પ્રેમ, અર્પણતા, આશ્રય, આજ્ઞાંકિતપણું એ જ શ્રદ્ધા અને સમકિત છે. આચાર્યશ્રી ઉમાસ્વામીએ કહ્યું છે,
तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ॥ · શ્રી તત્ત્વાર્થસૂત્ર – અધ્યાય – ૧ – સૂત્ર - ૨
-
તત્ત્વની શ્રદ્ધા એટલે નવ તત્ત્વની, દેવ-ગુરુ-ધર્મની અને પોતાના આત્માની શ્રદ્ધા. તેનું નામ સમ્યગ્દર્શન છે અને આ થયું તો ત્યાંથી જ મોક્ષની શરૂઆત થાય છે. આમ, મોક્ષની શરૂઆત શ્રદ્ધાથી થાય છે. શાસ્ત્રજ્ઞાન ગમે તેટલું હોય, પણ જો શ્રદ્ધામાં ન્યૂનપણું હોય તો કાર્ય થતું નથી. બહારમાં ચારિત્ર ગમે તેટલું ઊંચું હોય પણ જો શ્રદ્ધાની અંદરમાં વિપરીતતા હોય તો તેનું કાર્ય થતું નથી. શ્રદ્ધાની યથાર્થતા જોઈએ. આ જ સત્પુરુષ છે, આ કહે છે તે જ મોક્ષમાર્ગ છે અને આ નવતત્ત્વ આમ જ છે તેવી શ્રદ્ધા રાખવી. ‘આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદનિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમતિ કહ્યું છે.’
આ પહેલો પ્રકાર આવે અને જો આ પકડી રાખે અને વમે નહીં તો પંદર ભવમાં મોક્ષે પહોંચાડે એવો પ્રકાર છે, કંઈ સાંમાન્ય નથી. આ તો આ કાળમાં આપણે બધા કરી શકીએ તેમં છીએ. આપ્તપુરુષના વચનરૂપ પ્રતીતિ એટલે તત્ત્વની શ્રદ્ધા. એમના વચનો એટલે નવ તત્ત્વ. પછી તેમણે જે જે આજ્ઞાઓ આપી હોય તેને આરાધવાની અંદરમાં તાલાવેલી જાગે કે, હવે મારે આ જ કરવું છે. સંસારમાં બહુ ફર્યા ને બહુ પદાર્થો ભેગા કર્યા ને ભોગવ્યા એમાંથી કંઈ શાંતિ મળી નહીં કે સાર મળ્યો નહીં. હવે તેને દૃઢ નિર્ણય થઈ ગયો. ‘સ્વચ્છંદ નિરોધપણે આપ્તપુરુષની પરમ ભક્તિ રૂપ.' સ્વચ્છંદનો ત્યાગ કરી અને આપ્ત એટલે વિશ્વાસ કરવા યોગ્ય દેવ-ગુરુ-ધર્મની ભક્તિરૂપ. ભક્તિ એ મોક્ષમાર્ગનું પ્રવેશદ્વાર છે. ભક્તિ વગરની બધી સાધના નિષ્ફળ જાય છે. જ્ઞાની હોય કે ધ્યાની હોય કે ગમે ગમે તે ચારિત્રધારી હોય; જેમ ઘી વગરની રોટલી લૂખી છે તેમ ભક્તિ વગરની સાધના પણ લૂખી છે. તો, આવો પરમ પ્રેમ તે જ શ્રદ્ધા અને સમકિત છે. બસ, આવો પ્રેમ લાવવાનો છે — દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે. તેમની શ્રદ્ધા જેટલી દૃઢ થશે તેટલું સકિત નજીક ને નજીક આવતું જશે.
–
દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે, કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણો; શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરી, છાર પર લીપણું તે જાણો. ધાર.