________________
૭૨.
ભક્તિના વીસ દોહરા
( ગાથા - ૧૨ અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નહીં,
નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. જીવને અજ્ઞાનતાના કારણે પરમાં હું પણું થાય છે. “આ દેહ તે હું, “આ ગામ મારું છે', “આ નામ મારું છે', “આ બધા સગાસંબંધી મારાં છે' - આવું અજ્ઞાન અવસ્થામાં થાય છે. જીવને પરપદાર્થો બહુ યાદ આવે છે. ભગવાન યાદ આવતા નથી. ભગવાનની યાદ આવે તો તેમનું માહાસ્ય આવે; એના બદલે ‘મારું નામ થાય', “મારી પૂજા થાય', “મારી કીર્તિ ફેલાય', હું કેમ બહારમાં બધામાં વખણાઉં', “હું કેમ સારો દેખાઉં” આવો એને અહંભાવ આવે છે. અજ્ઞાની જીવ છે એટલે જન્મતાની સાથે જ આ અહંભાવનો અભ્યાસ શરૂ થઈ જાય છે. પોતાનું સ્વરૂપ વિસારી, જ્યાં જન્મ્યો, જેવી પરિસ્થિતિમાં આવ્યો ત્યાં બધે તેને મારાપણું થઈ જાય છે. જે જે સંયોગો મળે છે એ સંયોગોમાં તેને એકત્વબુદ્ધિ થાય છે, પરમાં મારાપણું થાય છે. અહંભાવ અને મમત્વભાવ મિથ્યાત્વની નિશાની છે. તેનાથી જીવને અનંત સંસારની વૃદ્ધિ થાય છે. પરમકૃપાળુદેવે છ પદના પત્રમાં લખ્યું છે કે,
અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ.. મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યફદર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૪૯૩ - “છપદનો પત્ર એટલે જેમાં અહ-મમત્વપણું થાય છે, તેના કારણે જીવને નિરંતર સંકલ્પ-વિકલ્પ ચાલે છે. આ જે વિપરીત સમજણ અને શ્રદ્ધા છે એ જ મિથ્યાત્વ છે. પરમાં કર્તાપણું, પરમાં ભોક્તાપણું, પરમાં અહંપણું અને પરમાં મમત્વપણું જો અંતરમાંથી નાશ પામી જાય તો જીવને સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય. બોલવામાં તો ખ્યાલ છે, પણ સ્વસંવેદનમાં ખ્યાલ નથી કે “હું દેહાદિ સ્વરૂપ નથી પણ શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું.” જેમ સ્વપ્નની સૃષ્ટિમાં ગૂંચવાઈ જવાય તેમ મોહરૂપી નિદ્રાથી ઉત્પન્ન થયેલ આ સંસારરૂપ સ્વપ્નમાં એકાકાર થઈને દુઃખી થઈ રહ્યો છું. દેહાદિથી હું ભિન્ન આત્મસ્વરૂપ છું - આ વાત મનાય, જ્ઞાનીપુરુષોનો બોધ જો અંદરમાં પરિણામ પામે તો જીવને સમ્યગ્દર્શન પ્રગટે. “હું દેહાદિસ્વરૂપ નથી અને દેહ,