________________
ભક્તિના વીસ દોહરા
૭૩ સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું.” એવું તેને ભાન થવું જોઈએ. અજ્ઞાની જીવ સંસારરૂપી સ્વપ્નમાં એકાકાર છે. “આ મારું ઘર”, “આ મારું ગામ', “આ મારો દેહ', “આ મારું કુટુંબ” – આ સ્વપ્ન છે, અજ્ઞાનભાવનું સપનું છે. એના કારણે જીવ દુઃખી થઈ રહ્યો છે. પરંતુ ત્યાં લક્ષ ફરે કે હું આ નહીં, હું તો શાશ્વત છું. હાલ માનું છું તે અવસ્થા તો થોડા કાળ માટે છે, તો જીવ જાગૃત થાય.
હું શાશ્વત આત્મા છું. આ દેહ નાશવંત છે. હાલ જેને હું માનું છું તે થોડા કાળ માટેની અવસ્થા છે. આ બધા સંયોગો છે એ તો થોડા સમય માટે છે. દેહના, કુટુંબના કે જે કાંઈ ચેતન-અચેતન પદાર્થના સંયોગો છે તે ફક્ત થોડા સમય માટે જ છે. આવું જીવને અંદરમાં ખ્યાલ આવે તો તે જાગૃત થઈ જાય અને પોતાના આત્માનું કાર્ય કરી લે. પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું એ જ મોહ છે. પરમકૃપાળુદેવે “અંતિમ સંદેશ'માં કહ્યું છે,
ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪ - ૨/૨ ‘વાણિયો નહીં', “હું બ્રાહ્મણ નહીં', “સ્ત્રી નહીં', “પુરુષ નહીં', “ઘરડો નહીં', જુવાન નહીં', “મનુષ્ય નહીં એ ઉપર જો વિચાર કરે તો તેની ભૂલ પોતાને સમજાય કે આ બધાયથી જુદો, આ બધાયને જાણનાર, દેખનાર એવો હું આત્મા છું. આ દેહ દેખાય છે તે હું નહીં. દેહ તો કર્મ ભોગવવા માટે મળ્યો છે, એના બદલે આપણે એમ માનીએ છે કે આ દેહ તે જ હું છું અને દેહ જ મારો છે. આ અહ-મમત્વપણું દેહમાં થાય છે. સત્પષ રાત-દિવસ આત્માના પુરુષાર્થમાં રહે છે, તો આપણે કેટલો પુરુષાર્થ કરવો જોઈએ? એમનાથી ઓછો કે એમનાથી વધારે ? આપણે તો વધારે કરવો જોઈએ. સત્પરુષે બોધ કહ્યો હોય અને આજ્ઞા આપી હોય તે નિરંતર વિચારવી. વારંવાર સ્મૃતિમાં લાવવી, એના ઉપર ચિંતન-મનન કરવું. જે કાંઈ આજ્ઞા આપી હોય તે આજ્ઞા પ્રમાણે ચાલવાનો પુરુષાર્થ કરવો અને આજ્ઞાને હૃદયની અંદરમાં કોતરી દેવી. - વેદના આવે, સંજોગો વિપરીત હોય તો પણ ધર્મ ભૂલાય નહીં. તો તે સ્વધર્મ સંચય કર્યો કહેવાય. સ્વધર્મ સંચય એટલે આત્મધર્મનો સંચય. આપણે શું સંચય કરીએ છીએ? પૈસા, જગતના પદાર્થો વગેરે. તો સંચય શું કરવાનું છે? સ્વધર્મ સ્વધર્મ એટલે શું? સમ્યગુદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્ર. એનો સંચય કરવાનો છે. હવે એના બદલે બાકી બધું સંચય