________________
૩૪૪
ક્ષમાપના
નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. અપૂર્વ. ૯
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૩૮ - “અપૂર્વ અવસર' અસદ્ગુરુ કહે કે આપણે તો બધા ધર્મ સરખા, બધા ભગવાન સરખા, બધા ગુરુ સરખા અને આ છે એ જ સાચા છે બસ! એટલે અસત્નો આદર કર્યો ને સતનો અનાદર કર્યો. આવી રીતે દેવ હોય, ગુરુ હોય કે તત્ત્વ હોય. આમ, અજ્ઞાનીઓનો બોધ આત્માનું અહિત કરનાર, માઠું કરનારો છે. પણ જીવને એનો ખ્યાલ આવતો નથી. કેમ કે, આંધળો થઈને એને ગુરુ માન્યા છે, એટલે એનું એક એક વાક્ય એના માટે બ્રહ્મવાક્ય થઈ ગયું. પછી બીજું એને કંઈ સૂઝે નહીં. કોઈએ લાલ કપડાવાળાને માન્યા, કોઈએ ધોળા કપડાવાળાને માન્યા અને કોઈએ ફેંટાવાળાને ગુરુ માન્યા, આ બધાય અસદ્ગુરુઓ છે પ્રભુ! એ સદ્ગુરુના ખાનામાં આવી શકે નહીં.
આત્મજ્ઞાન ત્યાં મુનિમણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૪ આત્મજ્ઞાન સહિત હોય તે સાચા મુનિ. આત્મજ્ઞાન સહિતના મુનિ, રત્નત્રયધારી, ભાવલિંગી, યથાજાતરૂપધર, અઠ્યાવીસ મૂલગુણધારી, પાંચ મહાવ્રત, સમિતિથી યુક્ત હોય તે આ સાચા ગુરુ છે. આવી શ્રદ્ધા આ કાળમાં કેટલાને છે? દિગંબરોમાં માંડ એકાદ ટકો હશે અને શ્વેતાંબરોમાં તો પ્રાયે જોવામાં આવતું નથી, સ્થાનકવાસીમાં પણ એ જ છે. એટલે આ બધાને જૈનાભાસમાં મૂકી દીધા. જેને વીતરાગ દેવ, ગુરુ, ધર્મતત્ત્વની યથાર્થતા નથી, માન્યતા નથી, પ્રરૂપણા નથી એ બધાય જૈનાભાસમાં છે.
તત્ત્વરૂપથી એ ઓળખે, તે જન પહોચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ.
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૨ - હવે જીવે ૨૦-૨૦ વર્ષથી અજ્ઞાનીઓને સાંભળ્યા હોય અને જ્ઞાનીનું એક દિવસ સાંભળો તો એ માને? માને તો આશ્ચર્ય છે, ના માને તો કંઈ આશ્ચર્ય છે જ નહીં પ્રભુ! આ રીતે જીવ