________________
૨૮૮
ક્ષમાપના
આ બધાયનો સાર ઉપરની ગાથામાં આવી ગયો. એ રીતે સત્પરુષના વચનો લક્ષમાં લીધા નહીં. તેથી હજી સંસારનો અંત આવ્યો નથી અને હજુ લક્ષમાં નહીં લે તો હજુ પણ અંત નહીં આવે! સંસાર વધે એ ક્રિયાઓ તથા ભાવનાઓ કરીએ અને મોક્ષે જવાની વાત કરીએ પણ એથી મોક્ષ ન મળે. હવે અહીંથી પશ્ચિમ દિશામાં મુંબઈ છે અને તમે પૂર્વ દિશામાં ચાલ ચાલ કરો તો મુંબઈ આવે ખરું? જ્યાં રહેવું પડતું હોય ત્યાં રહીને પણ કામ તારી અંતર્મુખતાનું કર. ધર્મના નામે દોડાદોડી ક્યાં સુધી કરીશ? ગમે ત્યાં જઈશ તો કામ તો અંતર્મુખ થઈ અને સ્વરૂપસ્થ થવાનું જ કરવાનું છે. તો પછી એટલી બધી દોડધામ કરીને, થાકીને, વિકલ્પો કરીને મરી જઈશ! “મન ચંગા તો કથરોટ મેં ગંગા.”
જ્યારે પણ જીવ પુરુષના વચનને લક્ષમાં લેશે ત્યારે તેને આત્મા સિવાય કંઈ નહીં ગમે. પૂ. બેનશ્રીનું વચન છે ને કે “તને ક્યાંય નહીં ગમે, પણ આત્મામાં તો જરૂર ગમશે.” બીજે ગમે છે એ તારું અજ્ઞાન છે, એ તારી ભ્રાંતિ છે. આત્મા સિવાય ક્યાંય ગમે એવું નથી. આ સાધકનું લક્ષ છે. જ્યારે સમ્યગુદર્શન પ્રગટ કરે ત્યારે જ્ઞાનીના વચનો લક્ષમાં લીધા કહેવાય. અજ્ઞાનીનો સંસાર અનાદિ અનંત છે. એની આદિ જ નથી, અનાદિકાળથી છે અને જ્યાં સુધી નહીં સમજે ત્યાં સુધી અનંતકાળ રહેવાનો છે. તો જ્ઞાનીના એક એક વચનમાં શાસ્ત્રોના શાસ્ત્રો ભરાઈ જાય એટલો બોધ છે. “મોક્ષમાળા' તો મોક્ષમાં પહોંચાડી દે એવી છે! આખા અમદાવાદમાં કે મુંબઈમાં એક ઘરની પણ ઓળખાણ હોય તો તમે ભૂખ્યા નહીં રહો ! એમ એક આત્માની ઓળખાણ થશે તો તમારે બીજા કોઈ શાસ્ત્રની ઓળખાણ કરવાની જરૂર નથી. એક આત્માની ઓળખાણ જ્ઞાનીના બોધના આધારે કરશો તો બધાની ઓળખાણ તમને થઈ ગઈ.
જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક; નહિ જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક.
– શ્રીમદ્ રાજચંદ્ર - આત્યંતર પરિણામ અવલોકન - હાથનોંધ – ૧/૧૪ ( તમારાં કહેલાં અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં.'
કોના કહેલાં? ભગવાનના કહેલા અને ભગવાનની વાણીને ઝીલીને ગણધર ભગવંતો અને આચાર્ય ભગવંતોએ કહેલા અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. કેવું તત્ત્વ છે? અનુપમ. ભગવાનના બોધની ઉપમા આપી શકાય નહીં. એની તુલનામાં જગતના કોઈ છમસ્થ જીવોની વાણી આવી શકતી નથી. કોઈ અન્ય દર્શનવાળાનું તત્ત્વ આના જેવું અનુપમ નથી. એક દેહમાં