________________
ક્ષમાપના.
૩૨૧ થયો નથી. બસ! તે રીતે સંતો દરેક આત્માને આ દૃષ્ટિથી જુએ છે, એટલે એમને સમભાવ રહે છે. આ મારા ઘરના છે, આ મારા ગામના છે, આ મારા ગ્રુપના છે, આ મારી નાતના છે, આ મારી જાતના છે કે મારા ફોલોઅર્સ છે એમ જોતા નથી. આત્મા સિવાય કોઈપણ દૃષ્ટિથી તમે બીજા જીવોને જોશો તો વિષમતાઓ ઓછાવત્તા અંશે પણ આવશે, એવો નિયમ છે. પરમકૃપાળુદેવે કહ્યું કે, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હૃદયે લખો.
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭- ગાથા - ૫ બધાને આત્મા તરીકે જુઓ! પણ પાછું એવું નહીં કે બધા જોડે આસક્તિ કરવી. તમારી સાધના, તમારા આત્માનું વિસ્મરણ ના થઈ જાય અને તમારી સમતા જળવાઈ રહેવી જોઈએ. જો તમને સમતા નહીં હોય તો તમારા આત્માની શાંતિ તમને નહીં મળે. એટલે તમારા સમતાભાવ માટે બધાને સમાનતાથી માનો, એનો અર્થ એવો નથી કે બધાની સાથે બબ્બે કલાક ગપ્પા મારો. હા ! એમના પ્રત્યે આપણને કોઈ અણગમો ના હોય, કોઈ વિભાવ ના હોય, એમનું અહિત થાય એવા કોઈ ભાવ ના હોય, બસ ! એટલું જરૂરી છે. પણ કોઈથી હિત થઈ જાય એવું પણ નથી, છતાં પણ ઉદયવશાત્ જે નિમિત્તો મળે છે તેમાં જ્ઞાતા-દા ભાવે રહેતા શીખવું.
આ તોમર સાહેબને એ જ શિક્ષા આપી હતી. કાલે તોમર સાહેબ (મિલિટરી ઓફિસર) બોલ્યા હતા ને - “જ્ઞાતા-દષ્ટાભાવે’ રહેવું. કેમ કે, તેઓ જૈનદર્શન તો સમજે નહીં, જો કે ફિલોસૉફર ઘણા મોટા છે, એમણે દુનિયાના ઘણા ફિલોસોફરના પુસ્તકો વાંચેલા છે અને એમના વિચારો ઘણા ઊંચા, છતાંય એમને ફરજ બજાવવી પડે છે તો ફરજ બજાવે છે. મને કહે કે મારે કેવી રીતે રહેવું? તો મેં કહ્યું કે તમારે જ્ઞાતા-દષ્ટા રહેવાનું ! ઓર્ડર આપવો પણ પડે. મેજીસ્ટ્રેટને કોઈ ગુનો કરે તો તેને ફાંસીની સજા આપવી પણ પડે, પણ અંદરમાં એમને પેલા જીવ પ્રત્યે દ્વેષ નથી. એટલે તમારે આતંકીઓ પ્રત્યે દ્વેષ નહીં રાખવો; પણ આતંકીઓ દેશને નુક્સાન કરે છે, ને દેશની રક્ષા કરવાની તમારી ફરજ છે. માટે, ફરજ બજાવવા માટે તમારે આ કામ કરવું પડે છે, તો તેઓ એટલા ખુશ થઈ ગયા અને મને કહે કે હવે મને કળા મળી ગઈ. એમને ગોળીબારના ઓર્ડર આપવા પડે, બોંબ ફોડવા માટે પણ કહેવું પડે. કારણ કે, બી.એસ.એફ. ના હેડ છે. એટલે એમને બધા ઓર્ડર કરવા પડે. બોર્ડર પર જવાનું ના હોય, પણ ત્યાંના લેફ્ટનન્ટ કે જનરલ કે જે હોય, તેમને અહીંથી કહે કે ગોલી સે ઉડા દો, સબકો ઉડા