________________
૧૭૧
શું સાધન બાકી રહ્યું? ભાઈ ! હવે આ બહુ કર્યું હવે, મૂકો. આરંભ-પરિગ્રહમાં આખી જિંદગી કાઢી, હવે મૂકો. દુનિયાની પંચાતો ઘણી કરી, હવે મૂકો. જ્યાં જ્યાંથી જીવ અટક્યો છે ત્યાં ત્યાંથી તેને કાઢીને સત્યમાર્ગમાં લગાડે છે. પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨
– શ્રીમદ્ રાજચંદ્ર – પત્રાંક - ૨૫૮ ગુરુગમ જોઈશે. જે માર્ગે જવું છે એ માર્ગના નિષ્ણાંત ગુરની નિશ્રામાં સમ્યફ પ્રકારે આપણે આગળ વધી શકીએ છીએ. તમે ડૉક્ટરને ગુરુ બનાવો અને કહો કે મને વાળ કાપતા શીખવો, તો નહીં શિખવાડી શકે. અરે! પણ આ તો મોટા એમ.ડી. ડૉક્ટર છે અને ઘાંયજો તો અંગૂઠાછાપ છે! બરાબર છે; પણ જેની પાસે જે વિદ્યા છે તેની પાસેથી જ તે વિદ્યા મળે છે, બધેથી મળતી નથી. કાપડની દુકાને કરિયાણું ના મળે. તો હવે મનથી કંઈક વિચારો, એમ પરમકૃપાળુદેવ કહે છે. અત્યાર સુધી વિચાર્યા વગર તમે મોક્ષમાર્ગમાં આત્મજ્ઞાન કરવા દોડમદોડ કરી છે, ઘણા સાધનો કર્યા, છતાંય સાધ્યની સિદ્ધિ કેમ ના થઈ? “કછુ ઔર રહા ઉન સાધનસેં'. આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવાનું ખરું સાધન ઉપયોગ છે. એ ઉપયોગ ચોવીસ કલાક આપણે જુદા જુદા વિકલ્પો, સંકલ્પો ને પ્રવૃત્તિઓમાં ભમાવીએ છીએ. સવારે ઉઠીને અને રાતના સૂઈએ છીએ ત્યાં સુધી અનેક પ્રકારના વિકલ્પો આપણને ચાલે છે. એ વિકલ્પોના કારણે આપણી અંતરંગ શાંતિ ડહોળાઈ જાય છે. નિર્વિકલ્પ સ્થિતિને ધક્કો વાગે છે. ગમે તેટલા વિકલ્પો કરશો તો પણ બહારમાં જેમ બનવાનું છે એમ બનવાનું છે, વિકલ્પો નહીં કરો તો પણ જેમ બનવાનું છે એમ બનવાનું છે. તમે કોઈ બનાવને ફેરવી શકવાના નથી. જે નથી બનવાનું તેને બનાવી શકવાના નથી, અને જે બનવાનું છે અને તમે અટકાવી શકવાના નથી. દાદા ભગવાને સરસ કહ્યું છે,
બન્યું તે ન્યાય. અને બીજું એક એની જોડે એ પણ ઉમેરવાનું કે,
ના બન્યું તે પણ જાય. એટલે કોઈ અન્યાય કરે એ પણ જાય છે. કેમ કે, એનામાં અજ્ઞાન છે એટલે અન્યાય કરવાનો. અન્યાયી ન્યાય કરે તો આશ્ચર્યકારક છે. અન્યાયી અન્યાય કરે તો એમાં કાંઈ આશ્ચર્ય નથી. એટલે Everything is OK.