________________
ક્ષમાપના
૩પ૭
ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિસહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪ - ‘અંતિમ સંદેશ” કેવા મુનિઓનો સંગ કરવાનું કહ્યું છે? – “સંયમ યોગ ઘટિત.' પ્રાણીસંયમ, ઈન્દ્રિયસંયમ, મનોસંયમ - આત્મસંયમના પાળનારા આ નિગ્રંથ ગુરુઓના શરણે જવાથી સાચી વીતરાગતાનું ભાન થાય છે, શ્રદ્ધાન થાય છે અને અંશે આચરણ થાય છે. એના વગર આત્માનું કલ્યાણ નથી.
વીતરાગભાવ વગર, વીતરાગધર્મ વગર અને વીતરાગના શરણ વગર આત્માનું કલ્યાણ શક્ય નથી. એમનું શરણું લેવાનું છે પ્રભુ ! પણ આ હુંડાવસર્પિણી કાળનો પ્રભાવ છે, જેમાં આવા વીતરાગી દેવ, નિગ્રંથગુરુ અને એમના દ્વારા પ્રરૂપાયેલા ધર્મનું શરણું લેનારા જૈનોમાં પણ બહુ ઓછા લોકો છે, અજૈનોની તો વાત જ નથી. કાષ્ઠસ્વરૂપ ગુરુ તો માત્ર જિનેશ્વર ભગવંતના શાસનમાં છે. બીજે તો આવા આત્મજ્ઞાની નિગ્રંથ ગુરુઓ છે પણ નહીં. આખા વિશ્વના કોઈ દર્શનમાં નથી. હવે, એમને બોલાવો, એમના પ્રવચન ગોઠવો અને એમના વખાણ કરો. એ સમ્યક્ત્વના અતિચાર અથવા મિથ્યાત્વની પુષ્ટિ છે.
મિથ્યાદેવ-ગુરુ-ધર્મનો આશ્રય કરવો, એમના વખાણ કરવા, એમનું બહુમાન કરવું, એમનો વિનય કરવો એ વિનય મિથ્યાત્વ છે. એવી રીતે વીતરાગદર્શનમાં પણ કોઈ જૈનમુનિની દશા અને આચરણ યથાર્થ ના હોય તો તેમનો પણ આશ્રય કરવો નહીં. “શ્રી અષ્ટપાહુડ' ગ્રંથમાં વિશેષ જોવું. જેને સાચા-ખોટાનો વિવેક ના હોય એ સમ્યક્દષ્ટિ કેવી રીતે થઈ શકે ? આ નિગ્રંથ પરિપાટી અનાદિથી ચાલી આવી છે, કંઈ આજની થોડી છે? ચોવીસ તીર્થંકર ભગવાન નગ્ન દિગંબર મુનિ થઈને મોક્ષે ગયા કે વસ્ત્રધારી મુનિ થઈને મોક્ષે ગયા? ચોવીસમાંથી એકેય તીર્થકરે વસ્ત્રધારણ કર્યું નથી, તો એ વસ્ત્રધારીને મુનિ માનવાનું કહે ? પોતે મુનિ ના હોય પણ એમ કહે કે તમે નિગ્રંથ મુનિને માનો ! પણ,
કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ; તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૨૬૪ - “વીસ દોહરા' – ગાથા - ૯ મારા કર્મ, મિથ્યાત્વના ઉદય કેવા તીવ્ર છે જુઓ પ્રભુ ! કે આવા વીતરાગ દેવ-ગુરુધર્મને મૂકી અને મેં મિથ્યાદેવ-ગુરુ-ધર્મને પકડ્યા! જૈનદર્શનમાં આવીને પણ ! પ્યોર માલ છે