________________
૨૯૬
ક્ષમાપના. દેહથી નેહ ગયો તો પછી ઘરવાળાથી, કુટુંબથી અને દુનિયાથી જાય કે ના જાય? દેહાત્મબુદ્ધિ એ જ મોક્ષમાર્ગમાં મોટું વિઘ્ન છે.
છૂટે દેહાધ્યાસ તો, નહીં કત તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચારે તો પામ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૫, ૧૧૬, ૧૧૭ ‘તમે વાસક્ષેપ નાખો, હાથ મૂકો ને તમારો અંગૂઠો માથે અડાડું એટલે મારું કામ થઈ જાય ને? તારા ઉપયોગમાં જ્યાં સુધી નિર્વિકલ્પપણે તારું અસ્તિત્વ નહીં નજરાય ત્યાં સુધી તારું કાર્ય નહીં થાય. અસ્તિત્વનો ભાસ એ સમ્યગદર્શન છે. ભાસ એટલે જાણવું, દેખવું, વેદવું.
ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ભાસ્યું નિજ સ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશીને, દેહાતીત સ્વરૂપ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા -૪૯, ૧૨૦ ભાસ્યું એટલે અનુભવમાં આવ્યું, આવો ભાસ થવો જોઈએ, સ્વસંવેદનમાં આવવું જોઈએ. સંવેદનમાં આવ્યું તો અતીન્દ્રિય અનુભૂતિ થવી જોઈએ, એ તેની નિશાની છે, માત્ર તું વિચારમાં ચઢી ગયો અને ભાસ થયો એમ નથી. ઉપયોગ સ્થિર થાય ત્યારે અસ્તિત્વ નજરાય છે અને ત્યારે અતીન્દ્રિય આનંદની અનુભૂતિ આવે છે. સહજતા અલગ વસ્તુ છે અને ઢોંગ તથા નકલ એ અલગ વસ્તુ છે.
એક મહારાજ પાસે એક કુંભાર વંદન કરવા આવ્યો. કુંભાર પ્રસાદ લઈને આવેલો. યોગીએ દૂરથી જોયું એટલે આંખ બંધ કરીને બેસી ગયા. ઘણી પ્રાર્થના કરી, ભક્તિ કરી, વાતો કરી પણ પેલા બોલે નહીં. એટલે કુંભારને થયું કે આ પ્લાનમાં છે એટલે અત્યારે અમને