________________
૩૦૮
ક્ષમાપના ખાતો પણ નથી. આવા તીવ્ર ભાવ કરવાથી સાતમી નરકમાં જાય છે. માટે પરિણામ એ જ બંધ અને પરિણામ એ જ મોક્ષ છે. આપણા પરિણામ પણ કોઈના પ્રત્યે એવા ના થાય કે જેનાથી તેનું અહિત થાય. કારણ કે સામેવાળા જીવનું અહિત તો એના કર્મનો ઉદય હશે તો થશે, પણ તમારું અહિત તો તમારા પરિણામ બગડ્યા એના કારણે થઈ જ ગયું. માટે પરિણામને વિશુદ્ધ રાખવા માટે વારંવાર સસાધનોનો આશ્રય કરો, સત્સંગનો આશ્રય કરો, સ્વાધ્યાયનો આશ્રય કરો, ધ્યાનનો આશ્રય કરો, ચિંતન-મનનનો આશ્રય કરો. પણ ક્યારેક કોઈક જીવ ધ્યાન કરતાં કરતાં પણ એક સેકન્ડની અંદરમાં એવો તીવ્ર અશુભ ભાવ કરી નાંખે છે કે હજારો વર્ષના ધ્યાનના પુણ્યને ધોઈ નાંખે છે. એટલે કોઈપણ પાપભાવમાં વધારે તીવ્રતા ન આવી જાય તેની જાગૃતિ રાખો. પહેલાં તો કોઈપણ અશુભ ભાવને ઉત્પન્ન થવા દેવાનો જ નથી, પણ નબળાઈના કારણે થઈ ગયો તો તેમાં તીવ્રતા ન આવવી જોઈએ, તેમાં નિર્ધ્વસતા ન આવવી જોઈએ. કોઈપણ પાપભાવમાં નિર્ધસતા આવી તો એ રૌદ્રધ્યાનમાં ટ્રાન્સફર થઈ ગયો.
તમારા કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાને મેં મારી કલ્પના અનુસાર ઓળખ્યા અને પાળ્યા પણ તમારા કહેવા પ્રમાણે નિશ્ચયદયા, વ્યવહારદયાનું સાચું સ્વરૂપ સમજ્યો નહીં. સ્વદયા એટલે પોતાના આત્માને અનાદિકાળથી કર્મબંધ કરી દુઃખી કર્યો છે, તે બંધનથી કેવી રીતે મુક્ત થાય તે વિચારી ધર્મમાં પ્રવેશ કરવો. એ વિચારીને પાછું બેસી નથી રહેવાનું, પણ ધર્મમાં પ્રવેશ કરવો. વ્યવહારધર્મમાં પ્રવેશ કરવો એ વ્યવહારદયા છે અને નિશ્ચયધર્મમાં પ્રવેશ કરવો એ નિશ્ચયદયા છે. આત્માને કર્મબંધ કેવી રીતે ન થાય, આસ્રવબંધથી કેમ નિવર્તાય એમ લક્ષપૂર્વક વર્તવું તે દયા છે. જેમ લક્ષ વગરનું બાણ નિષ્ફળ જાય છે, તેમ લક્ષ વગરની ધર્મની ક્રિયાઓ પણ નિષ્ફળ જાય છે. તેથી દયાને ધર્મનું મૂળ કહ્યું છે.
દયા ધરમ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન; તુલસી દયા ન છાંડીએ, જબ લગ ઘટમેં પ્રાણ.
–સંત શ્રી તુલસીદાસજી દયા એ ધર્મનું મૂળ છે. એટલે બધાય ધર્મો દયાના આધારે ટક્યા છે. જો એક અનુકંપા -જીવદયાનો ગુણ ના હોય, બાકી ક્ષમા, માદેવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ વગેરે બહારમાં ગમે તેટલા ગુણ હોય, પણ જો દયા નથી તો બધાય ગુણો તે ગુણાભાસ છે.
શાંતિ :- બોલવું નહીં તેને શાંત રહેવું એમ લોકો માને છે; પણ અંદરમાં ઊકળતો હોય, બહારમાં ભલે બોલે નહીં તો તે ખરેખર શાંત નથી. ચીનવાળા ભલે બોલે નહીં પણ