________________
ભક્તિના વીસ દોહરા
૧૦૯
કરો છો તે કાઢી નાંખો. તો જીવ કહે કે સાહેબ ! અમારા હાથમાં શું રહે ? અરે ! તારા હાથમાં કારખાનું રહે તોય બહુ છે અને જાય તોય વાંધો નથી. કારખાનું જતાય આત્મજ્ઞાન મળતું હોય તો પણ સસ્તું છે. એક બાજુ દુનિયા છોડવી પડતી હોય ને આત્મજ્ઞાન થતું હોય તો સસ્તુ શું ? દુનિયા કે આત્મજ્ઞાન ? દુનિયા સસ્તી છે. દુનિયા છોડતો નથી અને આત્મજ્ઞાન પ્રાપ્ત થવાની યોગ્યતા જીવ છોડી દે છે. એને મુમુક્ષુ કેમ કહેવાય ?
પોતાના દોષો દૂર કરીને પાત્રતા લાવવી જોઈએ, પાત્રતા વધારવી જોઈએ. પાત્રતા વધ્યા વગર કામ થવાનું નથી. પછી ભલે ગમે તેટલો બોધ સાંભળો. આપણને એમ થાય છે કે હું મહાવિદેહમાં જન્મ્યો હોત તો ભગવાનની દિવ્યધ્વનિ સાંભળવા ચોવીસ કલાક સમવસરણમાં રહેત. પથારી પણ ત્યાં જ પાથરીને સૂઈ જાત. ભલે ભગવાન જતા રહે તો પણ એમાં ને એમાં જ રહેત. બાપુ ! એમ કાંઈ કામ ના થાય. ખ્યાલ આવે છે? દોષો દૂર કર્યા વગર પાત્રતા નહીં આવે. કોઈ આપણા દોષો જાણતા હોય કે ના જાણતા હોય પણ આપણી અંદરમાં જે દોષો છે એ હટ્યા વગર ગુણ નહીં આવે. બીજાના દોષ જોવામાં ખોટી થઈએ છીએ અને ઉપરથી આપણા દોષો વધારીએ છીએ. બીજાના દોષ જોવા જતા પણા દોષ વધે છે એનો જીવ ખ્યાલ રાખતો નથી. ‘પેલા ભાઈ આમ કરે છે, પેલા બહેન આમ કરે છે, પેલા તો આમ જાય છે.’.અરે ભાઈ ! મૂક ને ! તને ક્યાં બધાનો વહીવટ સોંપ્યો છે કે તું બધાની ફિકર કર્યા કરે છે! તું તારું કર ને પ્રભુ ! કુટેવ પડી ગઈ છે. એ કુટેવ કાઢ્યા વગર છૂટકો થાય નહીં. કોણ શું કરે છે એ તારે શું જોવાનું ? અને એનાથી તને શું લાભ થવાનો છે ? શું શાંતિ મળવાની છે ? બીજાના દોષો જોવા જતાં, બીજાની પ્રવૃત્તિઓ જોવા જતાં તારી સાધનામાં તને આવરણ આવે છે. ‘આણે આમ કરવું જોઈએ ને આણે આમ ના કરવું જોઈએ.’ મૂક ને ભાઈ, તને બધાનો ક્યાં ન્યાય સોંપ્યો છે ? તું ક્યાં ન્યાયાધીશ છે ?
સત્સંગ મળ્યા પછી પોતાના દોષોને જોઈ, એ દોષોને કાઢવા માટે કમર કસવી જોઈએ, બળ વાપરવું જોઈએ, લય લાગવી જોઈએ. સદ્ગુરુની આજ્ઞાએ વર્તાય તો દોષ કેમ ના જાય ? અવશ્ય જાય અને દોષ જાય તો આત્મજ્ઞાન કેમ ન થાય ? દોષ ગયા વગર તો આત્મજ્ઞાન થવાનું નથી. ઘણી વાર જીવ કહે કે અમે આટલા વર્ષોથી સાધના કરીએ છીએ તો કેમ આત્મજ્ઞાન નથી થતું ? પણ બાપુ ! તું કાઢવાનું છે એ નથી કાઢતો. મોરબી જવું હોય તો અમદાવાદ છોડવું પડે. તમે કહો કે સાહેબ ! તમારો સત્સંગ સરસ ચાલે છે, પણ ઘરે તો જવું પડે એવું જ છે. તો બે વાતનો મેળ નહીં ખાય. હસવું અને લોટ ફાકવો એ બે સાથે નહીં થાય. તારે મોરબી જવું