________________
૫૧૬
છ પદનો પત્ર અને ખોટું કરું તો ખોટાનું ફળ. તમારા કહેવાથી મને ફળ નથી મળવાનું. હકીકતમાં મારું એવું વર્તન હશે તો મારે ફળ ભોગવવાનું છે. કોઈના શાપથી કે કોઈના આશીર્વાદથી મને ફળ મળવાનું નથી, પણ મારા ભાવ અનુસાર મને ફળ મળવાનું છે. અકષાયરૂપે અત્યારે સીમંધર ભગવાન અને સિદ્ધ ભગવાને પરિણમી રહ્યા છે. તો, એનું ફળ એમને મળે કે નહીં? અને આપણે જેટલા અંશે કષાયભાવે પરિણમી રહ્યા છે એનું ફળ આપણને મળે છે કે નહીં? બે પદમાં આખો સંવર, નિર્જરા અને આસ્રવ-બંધનો માર્ગ આપણને બતાવી દીધો છે.
રાગ, દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, એ જ મોક્ષનો પંથ.
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦૦ પ્રયત્ન કરવાનો છે. દરેકનો પ્રયત્ન કંઈ એકસરખો હોતો નથી. કોઈ વિશેષ પ્રકારે મંદ કષાય કરી શકે છે. કોઈ એનાથી વિશેષ કરી શકે છે. જેટલા પ્રમાણમાં કષાય મંદ થાય એટલા પ્રમાણમાં લાભ છે. દરેકે પોતપોતાની ભૂમિકા આગળ લઈ જવા માટે મુખ્ય કાર્ય તો આ કરવાનું છે. જેટલો જેટલો કષાયનો જથ્થો ઘટશે એટલું ગુણસ્થાનક આગળ જવાનું છે. જેટલું ગુણસ્થાનક ઊંચું એટલી નિર્જરાની શ્રેણી વધારે છે. કષાયનો જથ્થો ઘટ્યા વગર કોઈ ગુણશ્રેણીમાં આગળ જઈ શકતું નથી. તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય છે. આ કોણ લખે છે? જ્ઞાનીઓ લખે છે. હવે માનો તોય થાય છે અને ના માનો તો'ય થાય છે. તારે પાપાનુબંધી પુણ્ય ચાલે છે એટલે તું નહીં માને અત્યારે, પણ આગળ માન્યા વગર છૂટકો નથી. અત્યારે આપણે નહીં માનીએ તો નરકમાં માનવું પડશે. છેવટે નિગોદમાં જઈને પણ માનવું પડશે. લાખ વર્ષે, કરોડ વર્ષે કે અનંતકાળે પણ, “હે જીવ!તારે આમ કર્યા વગર છૂટકો થવાનો નથી.” ધર્મ એટલે મંદિરમાં બેસી રહેવું કે અમુક ક્રિયાઓ કરવી એમ નથી. જે જે સમયે જીવ કષાયરૂપે પરિણમી જાય છે તે સમયે અધર્મ કરે છે અને જે જે સમયે અકષાયભાવમાં રહે છે એ ધર્મ છે. તો કષાય ન થવા દેવા એ પોતાના જ્ઞાન ઉપયોગની જાગૃતિ ઉપર છે. એ વખતે પણ ઉપયોગ એમાં કેટલો નિર્લેપ રહી શકે છે? ઉદય સાથે જોડાણ થાય તો કષાયને આધીન થઈ જાય છે. એ એને નૈમિત્તિક તરીકે માને છે, સ્વાભાવિક નથી માનતા. તો જ્ઞાનીને રાગનો રાગ નથી. ત્યારે અજ્ઞાનીને રાગનો પણ રાગ છે.