________________
ક્ષમાપના
૩૬૫ એક સાચી ઘટના છે. એક વખત અમદાવાદ જગન્નાથ મંદિરની (જમાલપુર) આશ્રમની પાછળની નદીમાં પૂર આવ્યું. ત્યાં એક બાવો લોટે જવા ગયો હતો. લોટો જોઈને તેને એમ થયું કે આવું સરસ પાણી છે તો લોટો ઘસીને ચાંદી જેવો ચોખ્ખો કરી દઉં. લોટો માટી વડે ઘસીને પાણીથી સાફ કરવા ગયો. ત્યાં તો લોટો હાથમાંથી લપસ્યો. હવે લોટાને જવા દીધો હોત તો વાંધો નહીં પણ બાવાને લોટાનો મોહ હતો. એને એમ કે લોટો પકડી લઉં! તો એ પકડવા ગયો. ત્યાં તેનો પગ ખસ્યો ને બાવો અને લોટો બેય ખંભાતની ખાડીમાં ગયા.
શ્રીમદ્ રાજચંદ્રજી શ્રી મોક્ષમાળાના શિક્ષાાઠ-૮૧ માં પંચમકાળનું સ્વરૂપ જણાવે છે કે, નિગ્રંથ પ્રવચન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. ધર્મનાં મૂળ તત્ત્વોમાં મતમતાંતર વધશે. પાખંડી અને પ્રપંચી મતોનું મંડન થશે. જનસમૂહની રુચિ અધર્મ ભણી વળશે. સત્ય, દયા હળવે હળવે પરાભવ પામશે. મોહાદિક દોષોની વૃદ્ધિ થતી જશે. દંભી અને પાપિચ્છ ગુરુઓ પૂજ્યરૂપ થશે. આ પરમકૃપાળુદેવે સવાસો વર્ષ, દોઢસો વર્ષ પછી આમ થવાનું છે એ જોયેલું છે એટલે આ લખે છે. કેવા? દંભી. સમ્યગુદર્શન થયું નથી અને સમ્યગદર્શનનો દંભ કરે છે અને પાપી એટલે પાંચ મહાવ્રત નથી એ બધા પાપી છે. જેને મહાવ્રત નથી એ બધા પાપી છે. તો આત્મજ્ઞાન વગરના અને મહાવ્રત વગરના પાપિઇ ગુરુઓ પૂજ્યરૂપ થશે. દુષ્ટવૃત્તિના મનુષ્યો પોતાના ફંદમાં ફાવી જશે. મીઠા પણ પૂર્ણ વક્તા પવિત્ર મનાશે. જેની જીભે ડાયાબિટીસ હોય એવા મીઠા અને પૂર્વ એટલે ધૂતારા. તમારું ઑપરેશન કરી નાંખે. બે-પાંચ-પચ્ચીસ લાખના, તમને ખબર પણ ના પડે એવા પૈસાના ધૂતારા. માન-પૂજા અને પ્રતિષ્ઠાના પણ ધૂતારા હોય છે. શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે. આત્મિક જ્ઞાનના ભેદો હણાતા જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાનક્રિયા બહુધા સેવાશે. વ્યાકુળ વિષયોનાં સાધનો વધતાં જશે. એકાંતિક પક્ષો સત્તાધીશ થશે. શૃંગારથી ધર્મ મનાશે.
જેમ પોતાને શણગારે - રાજકુમારની જેમ અપ ટુ ડેટ થઈને નીકળે તેમ ભગવાનને પણ શણગારે !
તો આ પ્રમાણે સમજીને પોતે આચરે તેમજ અન્યને સમજાવે એવા મુનિ હોય છે. મુનિમાં મુનિ, ઉપાધ્યાય અને આચાર્ય - ત્રણેય આવી જાય. આ ત્રણ શરણ છે. આ સિવાય કોઈ સાચું શરણું નથી. ભ્રાંતિમાં છો. જ્યારે જાગશો ત્યારે ખ્યાલ આવશે. નહીં જાગો ત્યાં સુધી ચાલવાનું. આ દેવ, ગુરુ, ધર્મની ઉપાસના કરતાં જીવ સાચો શરણવાળો થાય, નહીં તો રૂઢિ પ્રમાણે કરે. પણ જો મિથ્યાદેવ, ગુરુ, ધર્મનો આશ્રય છોડે નહીં તો એ સાચા શરણવાળો કહેવાય નહીં.