________________
૨૪૩
શું સાધન બાકી રહ્યું ?
જપ, તપ ઓર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ, સંતકી પાઈ કૃપા અનૂપ. પાયાકી એ બાત હૈ, નિજછંદનો છોડ; પિછે લાગ સપુરુષ , તો સબ બંધન તોડ.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૫૮ - ગાથા -૫, ૬ સ્વચ્છેદથી આપણે અનાદિકાળથી ઘણા મથ્યા છીએ. જયારે સાચા ગુરુનો યોગ થયો ત્યારે આપણામાં પાત્રતા નહોતી. માટે પહેલી પાત્રતા લાવવાની જરૂર છે. એટલે માર્ગાનુસારીપણાના ગુણો અને આત્માર્થીપણાના ગુણો પહેલા આપણામાં અંશે અંશે આવશે તો –
આવે જયાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. જયાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા -૪૦, ૪૧ . અનાદિકાળથી આ ક્રમ ચાલે છે. માટે પહેલા પાત્રતા લાવવાની છે. વ્યવહારમાં પણ આપણે અન્યાય, અનીતિપૂર્વક વર્તીએ અને આત્માનું ધ્યાન કરવા જઈએ તો તે નહીં થાય. ન્યાય અને નીતિસંપન્નતા જોઈશે: આ બધા માર્ગાનુસારીપણાના ગુણો છો. તેવી રીતે વિનય પણ જોઈશે. મા-બાપનો વિનય, ગુરુનો વિનય, વડીલોનો વિનય, ગુણવાન જીવોનો વિનય જોઈશે. વિનય વગર વિદ્યા સાધ્ય થતી નથી. શ્રી મોક્ષમાળાના શિક્ષાપાઠ - ૩૨ - “વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે' માં પરમકૃપાળુદેવે શ્રેણિક રાજાનું દૃષ્ટાંત આપ્યું છે. રાજગૃહી નગરીના રાજ્યસન ઉપર જ્યારે શ્રેણિક રાજા વિરાજમાન હતા ત્યારે તે નગરમાં એક ચાંડાળ રહેતો હતો. એક વખતે તે ચાંડાળની સ્ત્રીને ગર્ભ રહ્યો. ત્યારે તેને કેરી ખાવાની ઇચ્છા ઉત્પન્ન થઈ. તેણે તે લાવી આપવા ચાંડાળને કહ્યું. ચાંડાળે કહ્યું કે આ કેરીનો વખત નથી એટલે મારો ઉપાય નથી. નહીં તો હું ગમે તેમ કરીને મારી વિદ્યાના બળ વડે કરીને લાવી તારી ઇચ્છા પૂરી કરું. ત્યારે તે ચાંડાળની સ્ત્રીએ કહ્યું કે રાજાની મહારાણીના બાગમાં અકાળે કરી આપે એવો એક આંબો છે. તે પર અત્યારે કેરીઓ લચી રહી હશે. માટે ત્યાં જઈને એ કેરી લઈ આવો. તમારા