________________
૫૨૪
છ પદનો પત્ર તો જો પેલા છોકરાને કહીએ કે તું કેમ મારા દીકરાને હેરાન કરે છે? તો તમારો છોકરો ડબલ કૂદવાનો અને તમારા છોકરાને લડો કે શરમ નથી આવતી ? કેમ ઝઘડા કરે છે? ચાલ, નહીં તો પૂરી દઈશ. તો તમારો છોકરો નીચું જોઈ સીધો ઘરમાં આવી જશે, કેમ કે તમે છાવરતા નથી. ટેકો નથી આપતા. એમ કષાયભાવમાં જો મીઠાશ રાખી કે “એ તો એ જ લાગનો હતો.'
આ તો આટલું જ કર્યું પણ હજી વધારે કરવાની જરૂર હતી.” તો એ તમને પછાડશે. પણ જો તેને અંદરમાં ટેકો ના આપ્યો કે ભાઈ, જે આ કષાયભાવ કર્યો છે, આવેગમાં બોલી ગયો છું, પણ આનું ફળ શું આવે એ તને ખબર છે કે? નિગોદ ગતિમાં જવું પડશે. કષાયનું ફળ નરકગતિ અને નિગોદગતિ છે અને આ કંઈ તારો સ્વભાવ નથી. ચંડકૌશિકને જેમ ભગવાને બોધ આપ્યો હતો કે, “બુઝ બુઝ.” આ કષાયને કારણે તું સાધુમાંથી નાગ થયો છું. આ કષાયનું ફળ તે મેળવ્યું છે. બુઝ નહીં તો હજી નીચે જઈશ.
ને એમ ઘણી વખત સંસારમાં વિચિત્ર ઉદયો આવી જાય છે. એમાં સામેના જીવનો તો કાંઈ વાંક નથી હોતો. વાંક તો આપણા કર્મના ઉદયનો હોય છે. એમાં કોઈ પ્રકારે આપણું અહિત થવામાં બીજા જીવો નિમિત્ત થઈ જાય છે. તો, એ વખતે આપણે ઝાલ્યા રહેતા નથી. કમકમાટી આવી જાય છે કે ગમે તેમ કરીને ખેદાન-મેદાન કરી નાખું! “રહેવા દે ભાઈ! તારું ખેદાનમેદાન થાય છે.”
આપ હણે નહીં અવરકું, અપને હણે ન કોઈ. બીજાને મારવાનો ભાવ કર્યો કે દુઃખ દેવાનો ભાવ કર્યો તો એ દુઃખી તો એના ઉદય પ્રમાણે થશે કે નહીં થાય, પણ તું તો અવશ્ય દુઃખી થવાનો. જો જીવ ખોટો ભાવ કરશે તો પોતે તો અવશ્ય દુઃખી થવાનો. માટે અનભ્યાસ, મંદ પાડવાનો પુરુષાર્થ, અપરિચય કરવો. ધીમે ધીમે કષાયોનો પરિચય ઓછો કરવો. એક માણસ સાથે બહુ સંબંધ થઈ ગયો હોય અને આપણને લાગતું હોય કે આ માણસ આપણને ભવિષ્યમાં નુક્સાન કરે એવો છે, તો એકી સાથે આપણે એનો સંબંધ કાપી નથી નાખતા, પણ પહેલા રોજ મળતા હોય તો હવે અઠવાડિયામાં ચાર દિવસ કરી નાંખે. પછી બે દિવસ કરી નાંખે, પછી એક જ દિવસ કરી નાંખે. પછી ધીમે ધીમે અઠવાડિયામાં પા કલાક પૂરતું મળીએ અને પછી ધીમે ધીમે બંધ કરી દઈએ.
એમ પહેલાં અનંતાનુબંધીનો કપાય ચાલતો હતો, પછી ગ્રંથિભેદ કરીને હવે અનંતાનુબંધીનો અભાવ કર્યો. હવે ત્રણ કષાયનો પરિચય રહ્યો. પછી જોયું કે આ ત્રણેય ખતરનાક છે. આમને રાખવા જેવા નથી, પણ એક સાથે ત્રણને હણી શકાય એવા નથી. માટે,