________________
ક્ષમાપના
૩૮૭ સારામાં સારા ફેક્સ મશીનો હોય, તમે અહીં કાગળ મૂકો તો ચીનમાં પણ તેની કોપી થઈ જાય. એમ ભગવાનની કોપી કરી લો. ભારત પાસે આ વસ્તુ છે. ભગવાનની કોપી કરવાની વસ્તુ ભારત પાસે છે અને મશીનોની કોપી કરવાની શક્તિ ચીનવાળા પાસે છે. બધા જ તીર્થકર ભગવંતો ભારતમાંથી જ થયા છે, બીજેથી નથી થયા. બીજા બધા અનાર્ય દેશ છે. મારું સ્વરૂપ તમે પ્રગટ કર્યું તેવું જ છે તેનો ખ્યાલ ત્યારે આવે કે જયારે સૂક્ષ્મ વિચારથી પરમાત્માના સ્વરૂપ ઉપર ઉપયોગ જાય.
જો પદ તાકો વો પદ માકો, પદપ્રાપ્તિ કો આયા હું જે પદ ભગવાનનું છે તે જ પદ મારું છે અને તે તમે સમજી જાવ તો તમારા પણ દેરાસરો ને મંદિરો બંધાશે. પણ ક્યારે? દેરાસર ને મંદિર બંધાવવાની ઇચ્છા છૂટશે ત્યારે. જો ઇચ્છા હોય તો ના થાય. કેમ કે, સંપૂર્ણ ઇચ્છાઓનો નિરોધ થાય ત્યારે પરમાત્મપદ પ્રગટ થાય. ઇચ્છાઓ માત્ર નુક્સાનકારક, દુઃખદાયક, અશાંતિદાયક અને આકુળતા - વ્યાકુળતા યુક્ત હોય છે. માટે ઇચ્છાઓને છોડો. દિવસમાં પાંચસો ઇચ્છાઓ થાય તેમાં પચાસ પૂરી થાય અને ચારસો પચાસ બીજે દિવસે ખેંચાય અને પાછી બીજી નવી ઉમેરાય. એમ ઇચ્છાઓ લંબાતી જ જાય છે. મરતી વખતે પણ કોઈને પૂછો કે કાંઈ ઇચ્છા છે? તો તે કહેશે કે હજી ઘણી ઇચ્છા છે. મરતી વખતે પણ જીવની ઇચ્છાઓ પૂરી થતી નથી. એટલે “ઇચ્છા નિરોધઃ તાઃ ઇચ્છાઓનો નિરોધ તે જ તપ છે, એ જ સાધના છે, એ ચારિત્ર છે. ઇચ્છાઓનો નિરોધ ત્યારે થાય કે જયારે પોતાની અંદરમાં કૃતકૃત્યતાનું વદન આવે. હવે મારે કંઈ નથી જોઈતું. તમારું પેટ ભરાઈ ગયું હોય પછી ગમે તેટલી ભાવતી આઈટમો આવે પણ તમારી ઇચ્છા હવે થશે નહીં. કેમ કે, પેટ ભરાઈ ગયું છે.
તો, મૂળ સ્વરૂપમાં ક્યાંય ભેદ નથી. કર્મોને લઈને ભેદ કહેવાય છે. મૂળ સ્વરૂપ તો ચોર્યાશી લાખ યોનિના તમામ જીવોનું એકસરખું છે, સ્વરૂપમાં કોઈ ભેદ નથી. માથે પચાસ લાખનું દેવું હોય એ પણ વાણિયો છે, અને પચાસ અબજની મિલકત હોય એ પણ વાણિયો છે. વાણિયાની અપેક્ષાએ એમાં કોઈ ફેર પડતો નથી. જમણવાર થાય, ત્યારે બંને સાથે બેસીને જમી શકે છે. પછી એમ નહીં કે હું પચાસ અબજનો માલિક છું એટલે અલગ બેસું ને તું અલગ બેસે, કારણ કે નાતજમણ છે. એમ આપણે સિદ્ધની નાતના છીએ. મૂળ સ્વરૂપમાં ક્યાંય ભેદ નથી. કેમ કે, સ્વરૂપ અકૃત્રિમ છે. કૃત્રિમ - બનાવેલું નથી, સહજ છે, માટે સમાન છે. જેને જ્ઞાન નથી તેને બહિરાત્મા કહેવાય છે. જેને જ્ઞાન થયું તે અંતરાત્મા કહેવાય છે, અને જેને