________________
૬૧૮
ત્રણ મંત્રની માળા સ્થિરતાપૂર્વક ધ્યાન માટે કાયાની પણ સ્થિરતા જોઈએ, દષ્ટિ પણ નાસાગ્ર અથવા બંધ જોઈએ, આસનની પણ સ્થિરતા જોઈએ. શ્વાસોચ્છવાસ ધીમા હોવા જોઈએ. શ્વાસ લેતા સહજાત્મસ્વરૂપ અને શ્વાસ મૂકતા “પરમગુરુ બોલવું. એકધારો શ્વાસ ધીમે ધીમે ચાલવા દેવો. તેમાં મંત્રને જોડીને તમારે તેનું નિરીક્ષણ કરવાનું છે. એ નિરીક્ષણ કરશો એટલે જણાશે કે તમારો જે શ્વાસ અંદરમાં તૈજસ અને કાર્પણ શરીર સાથે અથડાય છે ત્યાંથી અનાહતુ ધ્વનિ નીકળશે. એકાગ્રતા સધાશે તો આ બધું ક્રમે ક્રમે થશે. અનાહત ધ્વનિ એટલે વગર વગાડ્યું જેમ વાજા વાગતા હોય એવો મંત્રનો જાપ તમને અંદરથી સંભળાશે. તે પછી પણ એકાગ્રતાથી તમારો જાપ ચાલતો હશે તો અંદરથી તે એકાગ્રતાના કારણે દિવ્ય સુધારસ કંઠમાંથી ઝરે છે અને એ સુધારસમાં તમારો ઉપયોગ કેન્દ્રિત થશે. આ બધાને વટાવી જવાનું છે, અહીં અટકવાનું નથી. કારણ કે એ આત્મા નથી, એ પણ પરવસ્તુ છે, પણ એકાગ્રતા થતાં વચ્ચેના આ બધા સ્ટોપ આવે છે. એમાં ગુરુગમ સાથે હશે તો આગળ નીકળશો અને જે પચ્ચક્રો છે એ ચક્રોનું ભેદન થશે. જે ચક્ર ઊલટા છે તે સુલટા થશે. ચક્રનું ભેદન થતાં અંદરમાંથી કોઈ દિવસ ન અનુભવી હોય એવી સુગંધીઓ આવશે. પછી તમે અત્યારે જે વાપરો છો એ સેન્ટ ગમશે નહીં. ત્યારબાદ એક દિવ્ય જ્યોતિ પ્રગટ થશે અને એમાં પણ ઉપયોગને ટકાવી રાખી મંત્રનું બળ વધારશો તો ધારણા દ્વારા સ્થિરતા પ્રગટી વિશ્વદર્શનરૂપ આત્મદર્શન થશે.
આ બધા એના સ્ટેજ છે. પણ આપણું મન ચંચળ છે એટલે થોડો સમય જાપ કરીએ ત્યાં તો તે ચૌદ રાજલોકની મુસાફરીએ દોડે છે! એટલે અહીં ખાસ જાગૃતિ રાખવાની છે. ઉપયોગ ઉપર ઉપયોગ મૂકો અને જુઓ કે તમારો ઉપયોગ કયા ભાવમાં ચાલી રહ્યો છે? પહેલા ક્યાં હતો? અત્યારે એ જ ચાલુ છે કે આડાઅવળા ખસી ગયા છો એનું નિરીક્ષણ કરો. મંત્રજાપ સાથે કષાયો પણ મંદ થશે. કેમ કે તમારો ઉપયોગ મંત્રજાપમાં કેન્દ્રિત થયો. એટલે તમારા કષાયો મંદ પડશે, પાડવા નહીં પડે. વિષયોની વાસનાઓ એકદમ મોળી અને મંદ પડી જશે. પૂજ્ય બહેનશ્રીએ કહ્યું હતું કે આરંભ અને પરિગ્રહની વૃત્તિથી જે તમારો ઉપયોગ ડહોળાઈ જતો હતો એ ડહોળાવાનું હવે બંધ થઈ જશે. હવે તમને ક્યાંય નહીં ગમે તો આત્મામાં તો જરૂર ગમશે. આપણને તો આત્મા સિવાય બધેય ગમે!
નાપા જે સર્વ ના / પરમકૃપાળુદેવે કહ્યું છે કે જેણે આત્મા જાણ્યો તેણે સર્વજાણું. હું માત્ર સહજાત્મસ્વરૂપી આત્મા છું. પરમગુરુ પરમાત્મા પણ આત્મા છે અને જગતના તમામ ચોર્યાશી લાખ યોનિના જીવો પણ મારા જેવા જ આત્મા છે.