________________
ભક્તિના વીસ દોહરા
જ્ઞાનીઓ કહે છે :- નવ-નવ પૂર્વ સુધી ભણેલા ફેઈલ ગયા અને તારે પાંચ ચોપડી વાંચીને આત્મજ્ઞાન લઈ લેવું છે ! વગર શાસ્ત્ર વાંચ્ચે પણ આત્મજ્ઞાન થાય. પણ શાસ્ત્રજ્ઞાન માત્ર આત્મજ્ઞાનનું કારણ નથી. એટલે જે યોગ્યતા-પાત્રતા આત્મજ્ઞાન થવા માટે જોઈએ તે જોઈશે જ. એટલે વૈરાગ્યનું બળ વધારો. પરમકૃપાળુદેવે કહ્યું છે,
વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે.
૧૦૨
– શ્રી મોક્ષમાળા – શિક્ષાપાઠ - ૫૨
-
વૈરાગ્ય વગર બધાય સાધન આત્મજ્ઞાન પ્રાપ્ત થવામાં નિષ્ફળ જવાના. ગમે તેટલા કષાય મંદ પાડ્યા હશે, તત્ત્વોનો અભ્યાસ હશે, પરમાત્માની ભક્તિ હશે, જપ-તપ કરતા હશો, ત્યાગ કરતાં હશો – બધુંય છે પણ વૈરાગ્ય નહીં હોય તો કોઈ સાધન કામ નહીં આવે. પરમકૃપાળુદેવે કહ્યું છે,
વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર – ગાથા - ૬
એ
આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો વૈરાગ્ય જોઈએ જ. એ બળ પણ ખૂબ ખૂટે છે. ભાવના વધારો. વારંવાર એકત્વ ભાવના, અકિંચન ભાવના, અન્યત્વ ભાવના, અશરણ ભાવના આ બધી ભાવનાઓ દ્વારા વૈરાગ્યને પ્રદીપ્ત કરો. જેમ ભૂખ નથી લાગતી તો કોઈપણ રીતે તેને પ્રદીપ્ત કરો છો. થોડા સમય પહેલાં ખાવાનું બંધ કરો, થોડું ચાલો, થોડી કસરત કરો, પેટમાં જગ્યા થાય એવું કંઈક કરો છો. ભૂખ પ્રદીપ્ત થયા વગર ખાશો તો હજમ નહીં થાય. આપણું વૈરાગ્ય બળ ખૂબ ખૂટે છે. સંસારમાં હજી સુખાભાસ, સુખબુદ્ધિ ચાલે છે. એટલે સાંસારિક પદાર્થોમાં આકર્ષણ થાય છે. હજુ આટલું કરી લઉં ! આરંભ, પરિગ્રહ, બાહ્ય સુખ એ બધું વધા૨વાનો કેમ ભાવ થાય છે ? કેમ એની પાછળ દોડવાનો ભાવ થાય છે ? કેમ એમાં હજી સુખબુદ્ધિ થાય છે ? આના વગર મને નહીં ચાલે એવું કેમ થાય છે ? આપણો કિંમતી સમય સંસારની જુદી જુદી પ્રવૃત્તિઓમાં વેડફાઈ જાય છે, જેને આપણે ઘટાડી શકીએ છીએ, પણ પ્રમાદના કારણે, અનિશ્ચયપણાના કારણે, બળવાન વૈરાગ્યના અભાવે આપણે ટૂંકાવતા નથી અને વધારતાં જ જઈએ છીએ અને માનીએ છીએ કે એ પણ કરીએ છીએ અને આ પણ કરીએ છીએ એમાં શું વાંધો છે !!