________________
શું સાધન બાકી રહ્યું ?
જેણે સત્ સાધન પ્રાપ્ત કર્યું છે તે, સત્ સાધન બતાવી શકે છે. કોઈ કહે કે મારે ઈડરના ગઢ ઉપર આવવું છે, તો કયા રસ્તેથી આવું તો મારી ગાડી નિર્વિઘ્ને ઉપર પહોંચી જાય ? તો જે એ માર્ગે આવેલા છે તે કહી શકે કે ભાઈ ! પાછળની સાઈડમાંથી હનુમાનના મંદિરથી વળી જાવ ને ઈડરગઢનું પાટિયું માર્યું છે ત્યાંથી તમે ચડી જાવ તો ગઢ પહોંચી જશો, પરંતુ એ પાંચ વર્ષ પહેલા આવેલા અને અત્યારે વરસાદમાં રસ્તો તૂટી ગયો છે ? ચાલુ છે કે બંધ છે ? તો, વર્તમાનમાં શું સ્થિતિ છે ? એ પણ જોવાય છે. વર્તમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું પણ જાણવું જરૂરી છે.
૧૭૦
પહેલાના જમાનામાં લોકોના સંહનન ઉત્તમ હતા, નિમિત્ત ઉત્તમ હતા અને ભાવના સાત્ત્વિક હતી. લોકો શ્રદ્ધાળુ હતા, કષાય મંદ હતા, છૂટવાના કામી હતા. અત્યારના જીવોમાં આનાથી ઘણું વિપરીત જોવા મળે છે. તો જે જીવમાં જે કડી ખૂટે છે કે જેના કારણે તે સાધનામાં અટકી રહે છે, આગળ નથી જઈ શકતો, એ ગુરુના ધ્યાનમાં આવે છે ને એને જે ખટકે છે, નડે છે એ તેને કઢાવી નાંખે છે. દરેકને એક જ વસ્તુ નડતી નથી. કોઈને ક્રોધ નડતો હોય છે, કોઈને અભિમાન નડતું હોય છે, કોઈને માયા-કપટ નડતું હોય છે, કોઈને લોભ નડતો હોય છે, કોઈને તત્ત્વની શ્રદ્ધાની વિપરીતતા નડતી હોય છે. આવી અનેક પ્રકારની બાબતો અંદરમાં નડતરરૂપ હોવાના કારણે જીવ ઘણી સાધના કરતો હોવા છતાં પેલો જે દોષ છે તે નીકળે નહીં કે ઘટે નહીં ત્યાં સુધી તેનું કલ્યાણ થઈ શકતું નથી. કોઈમાં વાસનાઓ ખૂબ હોય છે, કોઈમાં આરંભ-પરિગ્રહનું મહત્ત્વ બહુ હોય છે. આમ, અનેક પ્રકારના જીવો છે. તો, અનેક પ્રકારની ભૂલોની વિચિત્રતાઓ પણ રહેલી છે. તો, એ ભૂલ કેમ કાઢવી અને સ્વરૂપદૃષ્ટિ કેમ કરવી આ બંને અગત્યનું છે. એ ભૂલ નીકળ્યા વગર સ્વરૂપષ્ટિ થાય નહીં. એ ભૂલ સહિત જીવ ગમે તેટલો પ્રયત્ન કરશે તો તે સ્વરૂપનો આશ્રય સમ્યક્ પ્રકારે કરી નહીં શકે. ગુરુ જોઈશે હંમેશાં.
એક વાળ કાપતા શીખવું હોય તો પણ ઘાંયજાને ગુરુ કરવો પડે છે. તો તમે સારા વાળ કાપતા શીખી શકો. નહીં તો, વ્યવસ્થિત વાળ કાપતા નહીં શીખો. ગાડી ચલાવતા શીખવી હોય તો ટ્રેનિંગ ક્લાસમાં જવું પડે છે ને ગુરુ રાખીને એમની પાસે ગાડી શીખવી પડે છે. એમ ને એમ તમે ચલાવી તો તમે કોઈને ભટકાવી દેશો ને કાં તો કો'કને મારશો, નહીં તો મરશો. કાં તો ગાડીનું નુક્સાન કરશો. ટ્રેઈનર સ્ટીયરીંગ વ્હીલ ઉપર ધ્યાન રાખે છે, બ્રેક ઉપર તેનો પગ છે, શીખનાર સહેજ ચૂકે તો તરત જ બ્રેક મારે છે. જુઓ ! આ ગુરુ છે. એમ આપણું સ્ટીયરીંગ ઘણી વખત ઊંધી દિશામાં દોડી જતું હોય છે, પણ માથે ગુરુ હોય તો તરત કહે કે