________________
૫૨૭
છ પદનો પત્ર અનિત્ય ભાવના, અશરણ ભાવના આ બધી ભાવનાઓ છે એ થોડી વાંચવી. આ બધી ગજબ દવાઓ છે. જો નરકનું દુઃખ વાંચે તો નરકથી ફફડી જાય કે આ કષાયના કારણે મારે નરકના દુઃખો અબજો વર્ષો સુધી ભોગવવા પડશે! માટે બીકથી પણ એક વખત પાછા ફરો. પછી સાચા તો જ્ઞાનથી વળશો તો કરશો જ નહીં. જેમ બાળકના હાથમાં કોઈ ખોટી વસ્તુ આવી જાય કે જે એને નુક્સાન કરનારી હોય તો આપણે લાફો મારીને પણ પડાવી લઈએ છીએ, એમ જ્ઞાની પુરુષો કહે છે કે વધારે કષાય થઈ જાય તો ગમે તેમ કરીને એને આવી રીતે ઉપશમાવી દેવા. પરમકૃપાળુદેવે વચનામૃત પત્રાંક - ૬૩૬માં કહ્યું છે,
નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇંદ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્દભવે છે, એવા જીવને જેટલો બને તેટલો તે તે નિમિત્તવાસી જીવોનો સંગ ત્યાગવો ઘટે છે; અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે.
પહેલાં નિમિત્તોને છોડી દેવા અને દેવ, ગુરુ, ધર્મ, સાસ્ત્રોનું, ભક્તિનું અવલંબન લેવું. તો આપણે એને ઉપશમ કરી શકીએ છીએ. ઉપાય કર્યો હોય તો થોડું ઘણું મંદ કેમ ના દેખાય? અવશ્ય દેખાય. પોતાનો પુરુષાર્થ ઉપડ્યો હોવો જોઈએ. આપણને છ રોટલીની ભૂખ હોય અને એક રોટલી ખાઈએ તો એટલી ભૂખ આપણી કેમ ના ભાંગે? એમ જેટલા પ્રકારમાં કષાયને મંદ કરવાનો પુરુષાર્થ કર્યો હોય તો એટલા પ્રમાણમાં એ મંદ કેમ ના પડે? અવશ્ય પડે. જો મંદ થાય છે, તો ક્ષય પણ થાય છે. કેમ કે, કષાય એ આત્માનો સ્વભાવ નથી. અકષાય સ્વભાવી આત્મા છે. એટલા માટે ક્ષીણમોહ ગુણસ્થાનકે કષાયનો નાશ થઈ જાય છે અને સંપૂર્ણ વીતરાગતા પ્રગટ થાય છે. બારમા ગુણસ્થાનમાં, ક્ષીણમોહ ગુણસ્થાનમાં કષાયો સંપૂર્ણ ક્ષય થઈ અને વીતરાગતા પ્રગટ થાય છે. જ્ઞાન હોય તો ક્ષીણ ના થાય, પણ કષાય તો ક્ષીણ થાય. કેમ કે જ્ઞાનનો આત્મા સાથે અભેદ સંબંધ છે. જેનો સંયોગ એનો વિયોગ તો થઈ શકે છે. મંદ પડે છે, તો સંપૂર્ણ નાશ પણ થઈ શકે છે. બંધભાવ ક્ષીણ કરો. ઉપયોગ શુદ્ધ ઉપયોગરૂપે પરિણમે છે તો ચોટેલા ઉખડીને ખરી જાય છે.
એનું આખું રીમોટ કન્ટ્રોલ ઉપયોગમાં છે. તો એવો ઉપયોગ કરો કે બંધભાવ ક્ષીણ થઈ જાય. એવા ભાવો ઉત્પન્ન ના થાય, કેમ કે ભાવકર્મથી દ્રવ્યકર્મની ઉત્પત્તિ છે અને દ્રવ્યકર્મની ઉત્પત્તિથી આ સંસારની ઉત્પત્તિ છે. ભાવકર્મના નાશથી દ્રવ્યકર્મનો નાશ છે. દ્રવ્યકર્મના નાશથી