________________
ભક્તિના વીસ દોહરા
એટલે મળી ગયા પછી પણ આ વસ્તુ નડે છે. જે ભક્તિથી સત્વરુષના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ, અન્ય સ્વચ્છેદ મટે અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર. સપુરુષના આત્માની ચેષ્ટા એટલે તેઓ ઉદયવશાત્ ગમે તે કાર્ય કરતાં હોય પણ એમનો ઉપયોગ કઈ બાજુ વળેલો રહે છે, ઢળેલો રહે છે તે. ઉદય વખતે પણ તેમના આત્માની ચેષ્ટા ઉપર આપણી દષ્ટિ જવી જોઈએ. તેઓ બીમાર હોય તો તે વખતે પણ એમનો ઉપયોગ દુઃખના વેદનમાં છે કે આત્મા બાજુ વળેલો છે? શાતાનો ઉદય હોય તો એમનો ઉપયોગ શાતા બાજુ વળેલો છે કે આત્મા બાજુ વળેલો છે? ખાતા હોય તો ખાતી વખતે પણ એમનો ઉપયોગ ખાવામાં વળેલો છે કે આત્મામાં વળેલો છે? એમ દરેક ક્રિયામાં એમનો ઉપયોગ ક્રિયામાં વળેલો છે કે આત્મા બાજુ વળેલો છે, એનું નિરીક્ષણ હોવું જોઈએ. તો જ એના દ્વારા આપણી એ પ્રકારની સાધના અંશે અંશે ચાલુ થાય.
આ અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થાય તો પોતાનો સ્વછંદ મટે અને સહેજે આત્મબોધ થાય. તો જ્ઞાનીના આત્માના ઉપયોગ ઉપર ઉપયોગ રાખો. ભગવાનના ઉપયોગ ઉપર ઉપયોગ મૂકો. એમનો ઉપયોગ અત્યારે ક્યાં છે એ જોવું. જ્યારે એ જોશો ત્યારે ખ્યાલ આવશે કે તેમનો ઉપયોગ પોતાના આત્મામાં સ્થિર થયેલો છે. એ વિહારની ક્રિયા કરતાં હશે તો પણ એમનો ઉપયોગ આત્મામાં લાગેલો છે. એમની દિવ્યધ્વનિ ખરતી હશે તો એ વખતે પણ એમનો ઉપયોગ એમના આત્મામાં લાગેલો છે. આ અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થાય તો આપણા સ્વચ્છેદ અને અન્ય દોષો ધીમે ધીમે નાબૂદ થતા જાય. કેમ કે, તે-તે ગુણોને પ્રગટ કરવાનો આપણો પુરુષાર્થ જાગૃત થાય. જગતના કાર્યો કરવા છતાંય જ્ઞાનનો ઉપયોગ આત્મા બાજુ ઢળેલો રહે છે. એટલે એમને આગ્નવના કારણોમાં પણ સંવર થાય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે,
હોત આસવા પરિસવા, નહિ ઈનમેં સંદેહ; માત્ર દૃષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ.
– શ્રીમદ્ રાજચંદ્ર - આત્યંતર પરિણામ અવલોકન હાથનોંધ - ૧/૧૪ જ્ઞાનીઓ બીજા કાર્ય કરવા છતાંય કોઈપણ કાર્યમાં તાદાત્મ થતાં નથી. બોધના કાર્યમાં પણ બોધમાં તાદાભ્ય થતા નથી. ભક્તિ વખતે પણ બાહ્ય ભક્તિમાં તાદાભ્ય થતા નથી. કોઈપણ શુભાશુભ કર્મ ઉદયમાં આવ્યા અને એ ભાવ ચાલતા હોય તો એ ભાવમાં તાદાભ્યતા નથી. જ્ઞાની શુભ ભાવમાં પણ હોય અને જ્ઞાની અશુભ ભાવમાં પણ હોય. નીચેની ભૂમિકામાં