________________
૧૬૦
શું સાધન બાકી રહ્યું? અશુદ્ધ અવસ્થા હોય કે શુદ્ધ અવસ્થા, હું તો ન્યારો જ છું. શુદ્ધ અવસ્થા એટલે કેવળજ્ઞાનમાં પણ મારું સ્વરૂપ ન્યારું છે અને અશુદ્ધ અવસ્થા એટલે વિભાવોમાં પણ મારું સ્વરૂપ ન્યારું છે. ત્યારું છે એટલે ત્રિકાળ જેવું છે તેવું જ રહેવાનું છે. નિગોદમાં જાવ તોય એવું ને એવું, ચાર ગતિમાં ગમે ત્યાં રખડો તોય એવું ને એવું. આવી સ્વરૂપ દૃષ્ટિની પકડ કરશો તો બધાંય ધર્મનો ને બધાય શાસ્ત્રોનો સાર આટલો જ છે, બીજો કોઈ નથી. નહીં સમજ્યા માટે આ બધા શાસ્ત્રોનો વિસ્તાર કરવામાં આવ્યો છે. કોઈપણ શાસ્ત્રનો સાર એટલો જ છે કે પરમાંથી ઉપયોગ હટાવીને તમારા સ્વરૂપમાં ઉપયોગને સ્થિર કરો. આ સાધના છે. આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ જ આત્માની સાધના છે. બીજી કોઈ સાધનાથી મોક્ષ નથી કે મોક્ષમાર્ગ પણ નથી. આ વસ્તુ તમે અત્યારે સાંભળો છો, પણ પાછું બીજે આડાઅવળા દોડો છો અને પાછું ભૂલી જાવ છો. એટલે એ બનાવોના નિમિત્તે સારા કે નરસા વિકલ્પો પણ કરી નાંખીએ છીએ. કેમ આવું થાય છે? કારણ કે, આ દષ્ટિ ચૂકી ગયા કે જગતના કોઈ દ્રવ્યનું પરિણમન ગમે તે પ્રકારે થાય તેનાથી મારે કંઈ લેવા-દેવા કે લાગતું-વળગતું નથી અને તેની યોગ્યતા પ્રમાણે થવાનું અને તેના પરિણમનમાં કોઈ ઈન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર ફેરફાર કરી શકવાના નથી. એમના પોતાનામાં ના કરી શકે તો તમારામાં તો ક્યાંથી કરી શકે?
ઋષભદેવ ભગવાનને બાર મહિના આહાર ના મળ્યો, તો પોતે કાંઈ કરી શક્યા નહીં અને તેમના દીકરા પણ કાંઈ કરી શક્યા નહીં અને બીજા લોકો પણ કાંઈ કરી શક્યા નહીં. એ નહોતો મળવાનો તે નહોતો જ મળવાનો. એ અનાજનો કોળિયો અંદરમાં નહોતો જવાનો તે નહોતો જ જવાનો. ભગવાનને એના કોઈ વિકલ્પ ના થયા. ભગવાને જોયું કે એ અંતરાય કર્મનો ઉદય છે એ પૂરો થશે ત્યારે મળશે. ત્યાં સુધી મારે મારા સ્વરૂપની સાધનામાં લાગીને રહેવાનું છે બસ. આ જીવન જીવવાની કળા -આર્ટ ઓફ લિવિંગ, આર્ટ ઓફ મોક્ષ અને આર્ટ ઓફ સાધના. આ સાધનાની કળા છે. આ એક જ માસ્ટર કીથી બધાંય તાળાઓ ખૂલી જાય છે અને એ તમારી પાસે જ છે અને એ ચાવી લગાડવાના અધિકારી પણ તમે જ છો. તમારા વતી બીજા કોઈ ચાવી લગાડી શકે નહીં. એ તમારે જ લગાડવાની છે. હું તમને એમ કહ્યું કે ભાઈ ! આ સ્વીચ દબાવો તો પંખો ચાલુ થશે. બસ મેં એટલું કીધું, હવે તમારે પંખો ચાલુ કરવો હોય તો તમારે આ સ્વીચ દબાવવી પડશે. એ સ્વીચ એમ ને એમ ચાલુ થઈ જશે નહીં. જો કે, કોઈપણ સ્વીચ દબાવવી એ પાપ છે; પંખાની, ગીઝરની કે એરકન્ડીશનની એ પાપામ્રવની ક્રિયા છે. ઉપયોગને ફેરવતા શીખો. રોડ નહીં ફરે, ગાડીને ફેરવવી પડશે. જે દિશામાં જવું છે