________________
ભક્તિના વીસ દોહરા
‘ઑપરેશનમાં નહીં જઈએં તો વેવાઈને ખોટું લાગશે. એ પણ નહીં આવે’ ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ.' આપણે નહીં જઈએ તો એ નહીં આવે એમાં શું ખોટું છે ? જીવને ડર લાગે છે કે નહીં, મારા છોકરાનાં લગ્નમાં નહીં આવે તો ? અરે! પણ તારો છોકરો પરણ્યા વગરનો નહિ રહે.’
૬૬
નિયમિત વાચા - એટલે બહુ બોલવાનું પણ રાખવું નહીં. પ્રયોજનભૂત જેટલું જ બોલવું. બોલવું પડે એટલું જ બોલવું. એક અક્ષરથી પતતું હોય તો બે અક્ષરનો ઉપયોગ કરવો નહીં. જેટલું તમે વધારે બોલશો એટલું સામેવાળા પણ તમારી સાથે વધારે બોલશે અને એમાં ને એમાં તમારો સમય જતો રહેશે. વળી, જેટલું તમે બોલશો એટલા કર્મ બાંધશો અને સામેવાળાનું સાંભળીને વિકલ્પ કરશો તો પણ કર્મ બાંધશો. એટલે બને તેટલું વધારે મૌન રહેવાય એ પ્રકારનું લક્ષ રાખીને જીવન જીવવું.
નિયમિત કાયા – એટલે કાયાનો પણ સદુપયોગ કરતા શીખવું. કાયાનો વધારે સમય સાધનામાં જાય એ પ્રકારે જીવન જીવવું. કાયાને કમાન જેવી રાખો એમ કહ્યું છે. સાધનામાં વિઘ્ન ન કરે એવી રીતે કાયાને કેળવો. કેમ કે, કાયા પાસેથી પણ આપણે સાધનાનું કામ લેવું છે. તો કાયા પણ તંદુરસ્ત રહે એ પ્રકારનું ખાવા-પીવા-હરવા-ફરવાનું કાર્ય કરો. ખાવાપીવામાં પણ ભૂલ ખાશો તો કાયા સપોર્ટ નહીં આપે. શરીરનો થોડો શ્રમ નહીં કરો તો પણ કાયા શાતાશીલીયાવાળી થઈ જશે. એટલે થોડી કસરત દ્વારા પણ કાયાને એવી કસો કે તમે એક આસને દોઢ કલાક-બે કલાક સુધી બેસી શકો તો પણ એનો સહકાર તમને મળ્યા કરે.
-
અનુકૂળ સ્થાન – એટલે સાધનાને અનુકૂળ સ્થાન. આ બધા પણ મન અને ઉપયોગને આત્મામાં જોડવાના સાધનમાં નિમિત્ત છે. તેથી મન આત્માને આધીન થાય અને દેહ ને ઈન્દ્રિયોને આત્માર્થે પ્રવર્તાવી શકાય. અત્યારે ઊલટું થાય છે કે આત્મા મનને આધીન થાય છે ! દેહ અને ઈન્દ્રિયોને આત્માર્થે પ્રવર્તાવવા એટલે કે તેમનો ઉપયોગ આત્મહિત માટે કરવો. એટલે અહીં પ્રભુને વિનંતી કરે છે કે આ કાર્ય પણ મારાથી બની શકતું નથી. આત્મામાં ઉપયોગ સ્થિર ન રહે એ ઠીક છે કારણ કે હજી આપણી નબળાઈ છે પણ જે ઊંધા માર્ગે ચાલી રહ્યા છીએ તેના બદલે સીધા માર્ગે ચાલવાનો પુરુષાર્થ તો કરી શકાય. પરંતુ એના માટે જાગૃતિ જોઈએ. જાગૃતિ વગર આ કાર્ય થાય નહીં. તેમજ દૃઢ નિશ્ચય જોઈએ. ગમે તેમ થાય, પણ આ ભવમાં મારે આત્માનું હિત કરીને જ જવું છે - આવો દૃઢ નિર્ણય જેને હોય અને એવી જાગૃતિપૂર્વક જીવન જીવે એ જ જીવ ઉત્તમ પ્રકારની સાધના કરી શકે.