________________
પ૬૨
છ પદનો પત્ર
અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સંયોગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવપર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ - પ્રત્યક્ષ - અત્યંત પ્રત્યક્ષ-અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિષે તેને ઈષ્ટ-અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધારહિત સંપૂર્ણ માહાભ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માનો નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે, અને ભાવિકાળમાં પણ તેમ જ થશે.'
ખોટી જગ્યાએ આ જીવે અજ્ઞાન અવસ્થામાં અહંપણું – મમત્વપણું કર્યું છે તે મૂકી, સાચા સ્વરૂપમાં હવે એને અહબુદ્ધિ થાય કે સહજાત્મસ્વરૂપ તે હું, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તે હું. એમ પોતાના નિજવરૂપની અંદરમાં અહંપણું થાય અને બીજી જે જે જગ્યાએ અહંપણું થયું છે એ દૂર થાય. આ પ્રયોજન સાધ્ય કરવા માટે જ્ઞાની પુરુષો કહે છે કે આ છ પદની દેશના જ્ઞાની પુરુષોએ પ્રકાશી છે.
હવે શું પુરુષાર્થ કરવો, કેવી રીતે પુરુષાર્થ કરવો, કોનો પુરુષાર્થ કરવો એ બતાવે છે. તે , સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે. પરિણામ કરે એટલે એવા જ્ઞાનભાવયુક્ત પરિણામે જીવ પરિણમે, તો તેને સહજ માત્રમાં જાગૃતિ આવીને સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. આવા પરિણામથી આ જીવ પરિણમ્યો નથી. જ્ઞાનસ્વભાવનો આશ્રય કરી અને જ્ઞાનપર્યાયની અંદરમાં અનુભૂતિ આવે એવા પરિણામે આ જીવ પરિણમ્યો નથી. જ્ઞાનસ્વભાવનું પરિણમન થાય અને જ્ઞાનપર્યાયમાં જે વેદન આવે એને અનુભૂતિ કહેવામાં