________________
૫૭૭
છ પદનો પત્ર
સર્વસંગ એટલે નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મ. આ બધાંય સંગથી રહિત થઈ જાય છે એટલે આત્મા સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે. જ્ઞાની પુરુષોના વચન દ્વારા જેણે આત્માનો નિશ્ચય કર્યો. એ જીવો આ જન્મ-જરા-મરણ અને આધિ-વ્યાધિ-ઉપાધિ, આ બધા પ્રકારના દુઃખોથી રહિત પૂર્વે થયા છે, વર્તમાનમાં થાય છે અને ભાવિકાળમાં પણ થવાના છે.
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧ બધા દુઃખો ટળી જવાનો ઉપાય સમ્યગદર્શન છે. અનંત દુઃખનું મૂળ મિથ્યાત્વ છે અને અનંત સુખનું મૂળ સમ્યક્ત્વ છે.
મિથ્યાદર્શન જ્ઞાનચારિત્રાણિ સંસારમાર્ગ સર્વ પ્રકારના દુઃખથી મુક્ત થવાનો ઉપાય સમ્યગુદર્શન છે, આત્મજ્ઞાન છે અને સમ્યગુદર્શનની પ્રાપ્તિ માટે સર્વોત્કૃષ્ટ નિવાસના સ્થાનક કોઈ હોય તો આ છ પદ અથવા નવતત્ત્વ છે. હવે આગળ કહે છે,
જે પુરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વસત્થરુષો, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો!
પરમકૃપાળુદેવે આ પત્રમાં આવા પાંચ વખત નમસ્કાર કર્યા છે. તેમણે પુરુષનો ઉપકાર કેટલો વેદ્યો છે એ આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે ! એ પહેલાં તો પત્રના હેડીંગમાં જ મૂક્યું કે, “અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર.” હવે આ છેલ્લા ઉપસંહારની અંદરમાં પણ એ જ વાત કરે છે. જે સત્પરુષોએ જન્મ, જરા અને મરણને નાશ કરે તેવો અને સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન એટલે કે સ્થિતિ થાય એવો ઉપદેશ કહ્યો છે. તેવા સત્પષોને નમસ્કાર છે. પુરુષના ઉપદેશનું ફળ શું? સહજ સ્વરૂપમાં સ્થિતિ થવી, સહજ સમાધિની પ્રાપ્તિ થવી અને એના ફળરૂપે જન્મ, જરા અને મરણનો નાશ થવો.