________________
૬૨૮
ત્રણ મંત્રની માળા એક ભવ હારી જાય એવા કર્મ બંધાય છે તેમજ અશાંતિ અને આકુળતા-વ્યાકુળતા ઉત્પન્ન થાય છે, ચાર ગતિમાં રખડવું પડે છે, અનેક દુઃખ સહન કરવો પડે છે. મંત્રજાપમાં તમારો ઉપયોગ રહે એ પ્રકારની ભાવના રાખો. પરમગુરુ પરમાત્મા જેવો જ હું સહજાત્મસ્વરૂપી આત્મા છું એવો લક્ષ રાખવો. પાંચેય પરમગુરુ પણ સહજાત્મસ્વરૂપ જ છે.
ઘનઘાતકર્મ વિહીન ને, ચોત્રીશ અતિશય યુક્ત છે; કૈવલ્યજ્ઞાનાદિક પરમગુણ યુક્ત શ્રી અર્વત છે. છે અષ્ટ કર્મ વિનષ્ટ, અષ્ટ મહાગુણે સંયુક્ત છે; શાશ્વત, પરમને લોક-અગ્ર બિરાજમાન શ્રી સિદ્ધ છે. પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર ગુણગંભીર છે; પંચેગિજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે. રત્નત્રય સંયુક્ત ને, નિ:કાંક્ષ ભાવથી યુક્ત છે; જિનવર કથિત અથર્મોપદેશે શૂર શ્રી ઉવજઝાય છે. નિગ્રંથ છે નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે; ચઉવિધ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે.
– શ્રી નિયમસાર - ગાથા - ૭૧ થી૭૫ સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રમાં સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ બધી આરાધનાઓ આવી જાય છે.
અનાદિ કાળના કુસંસ્કારો પડેલા છે, મોહનીય કર્મ ગાઢ બાંધીને આવ્યા છીએ, એવા અંતરાય કર્મો પણ બાંધેલા છે, એના ઉદય પણ ચાલે છે અને આ કાર્ય આપણે કરવું છે તો એમાં ઘણા વખતની મહેનત હોય છતાં પણ ઘણાને કાર્યની સિદ્ધિ જલ્દી થતી નથી અને ઘણાને અલ્પ મહેનતમાં પણ કાર્યની સિદ્ધિ થઈ જાય છે. વર્તમાન પુરુષાર્થ કેવો છે? અને અંતરંગ કર્મના ઉદય કેવા છે? બાહ્ય નિમિત્તો કેવા છે? એ બધું જોવાય છે. દર્શનમોહનો અનુભાગ ઘટ્યા વગર ઉપયોગ સ્વરૂપસ્થ થઈ શકતો નથી અને તેના માટે પણ આ મંત્રની સાધના છે. આત્મા સિવાય બીજા કોઈમાં “સ્વ” ની માન્યતા થાય તો એ પરિભ્રમણનું કારણ છે, દુઃખનું કારણ છે.
સ્વ અને પરનો યથાર્થ વિવેક આપણને હોવો જોઈએ તેમજ “સ્વ” ના આશ્રયે કલ્યાણ છે એનો દઢ નિર્ણય હોવો જોઈએ અને પછી “સ્વ કેવું છે? એ કેમ બંધાણું છે? અને કેમ મુક્ત થાય?