________________
૬૨૪
ત્રણ મંત્રની માળા. જાય છે. પંડિતો આટલા બધા છે, પણ એ આત્મદષ્ટિ નથી કરી શકતા. કેમ કે, તેઓ માત્ર શાસ્ત્રોમાં જ રચ્યાપચ્યા છે. શાસ્ત્રો ખોટા નથી, એ જ્ઞાનીના જ વચન છે, પણ તેમાં હેય-જ્ઞયઉપાદેયનો વિવેક જીવ કરતો નથી. માટે તેને લાભના બદલે નુક્સાન થઈ જાય છે. શાસ્ત્રોને કમાણીનું સાધન બનાવી દે છે, શાસ્ત્રજ્ઞાનને અભિમાનનું કારણ બનાવી નાખે છે, શાસ્ત્રજ્ઞાનથી ખંડનમંડનમાં પડી જાય છે; એમ જીવ અનેક રીતે આડા પાટે ચઢી જાય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે, જ્ઞાનમાર્ગદુરારાધ્ય છે. ક્રિયામાર્ગમાં અસત અભિમાન વગેરે છે, એના હિસાબે ભક્તિમાર્ગ સર્વોત્કૃષ્ટ છે અને તે સપુરુષના ચરણકમળમાં રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ પમાડી દે તેવો પદાર્થ છે. ભક્તિથી સ્વચ્છંદ મટે, અહંકાર ટળે અને સહેજે સીધા મોક્ષમાર્ગે ચાલ્યા જવાય એવો એ ભક્તિમાર્ગ સર્વોત્કૃષ્ટ છે. શુષ્કજ્ઞાની કહે છે કે ભક્તિ હેય છે. હવે આને શું કહેવું? કોના માટે હેય છે? જે શુદ્ધોપયોગમાં ટકતો હોય તેના માટે. હવે તારે તો અત્યારે અશુભ ઉપયોગ છે. માટે તારા માટે હેય નથી, પણ ઉપાદેય છે. એટલે શાસ્ત્ર ભણીને પણ જે આત્મા બાજુ દષ્ટિ વાળવી જોઈએ, જે અનુકંપાના ભાવ આવવા જોઈએ, જે શમ, સંવેગ, આસ્થાના ગુણો આવવા જોઈએ તે જીવ પ્રગટ નથી કરી શકતો. એવું શાસ્ત્રજ્ઞાન શું કામનું?
તો, આ પ્રમાણે પદ્ધતિપૂર્વકના મંત્રજાપથી નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે અને આત્માના અતીન્દ્રિય આનંદની અને શાંતિની અનુભૂતિ થાય છે. ધર્મ એટલે શાંતિ, સમતા અને આનંદ. જે પરિણામોમાં શાંતિ નથી, સમતા નથી, આનંદ નથી તે ધર્મ નથી.
જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪ હવે અડગ શ્રદ્ધા રાખો કે આ જ મંત્રથી મારા આત્માનું કલ્યાણ થવાનું છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થવાનું છે. બધાય શાસ્ત્રો આ મંત્રમાં આવી ગયા. આ મંત્ર ચૌદ પૂર્વનો સાર છે, દ્વાદશાંગીનો સાર છે. હું તો આ મંત્રને ભરતક્ષેત્રની “દિવ્યધ્વનિ' કહું છું. ભગવાનની દિવ્યધ્વનિ ‘ૐ’ છે. આ ‘ૐ’ એટલે પંચપરમેષ્ઠિ અને પંચપરમેષ્ઠિ એટલે સહજાત્મસ્વરૂપ પરમગુરુ. પૂર્ણ વિશ્વાસ રાખો, હવે બહાર હરવા-ફરવાનું, રખડવાનું, બધાના સંબંધો જાળવવાનું છોડો અને એક ખૂણો પકડીને બેસી જાઓ. જો અહીં ખૂણા ખાલી ના હોય તો ઈડરમાં ઘણા ખૂણા ખાલી પડ્યા છે, ત્યાં જાઓ. તમારો રહેવાનો અને જમવાનો ખર્ચ હું આપીશ, એમ કરતાં પણ જો તમે આત્માનું કલ્યાણ કરતા હો તો સારું છે. પણ આ મોહ છૂટવો અઘરો છે. આ મંત્રનું