________________
૪૦૦
ક્ષમાપના
હવે પૂર્ણ દશાના લક્ષણો કહે છે. ભગવાન પૂર્ણ દશાને પામ્યા હોવાથી અનંતજ્ઞાની અને અનંતદર્શી છે. અનંતજ્ઞાની લોકાલોકના તમામ પદાર્થોને ભૂત, ભવિષ્ય, વર્તમાન અવસ્થા સહિત એક સમયમાં યુગપત્ જાણે છે. કોઈ પદાર્થ એવો નથી કે એમને એમના જ્ઞાનમાં દેખાયો ન હોય. અનંતજ્ઞાન છતાં એમનો ઉપયોગ અખંડપણે પોતાના જ્ઞાનસ્વરૂપી આત્માને અનુભવી રહ્યો છે. અનંતજ્ઞાન એટલે એ જ્ઞાનનો હવે ક્યારેય અંત આવવાનો નથી. એની શરૂઆત થઈ, પણ અંત આવવાનો નથી. અનંતદર્શી, એટલે લોકાલોકના તમામ પદાર્થોને જોઈ રહ્યા છે અને પરમાત્મા પોતાના આત્માને પણ સકલ પ્રત્યક્ષ રૂપે જોઈ રહ્યા છે ને જાણી રહ્યા છે. બીજા બધા છદ્મસ્થોને સકલ પ્રત્યક્ષ નથી હોતું. કેવળજ્ઞાની પરમાત્માનું જ્ઞાન સકલ પ્રત્યક્ષ હોય છે. આત્માના પ્રદેશોને આકાર તેમને દેખાય છે. છદ્મસ્થોને પ્રદેશોના આકાર દેખાતા નથી. કારણ કે, તેમનું જ્ઞાન એકદેશ પ્રત્યક્ષ છે, મન:પર્યયજ્ઞાની અને અવધિજ્ઞાની એકદેશ પ્રત્યક્ષ તથા કેવળજ્ઞાનીને સકલ પ્રત્યક્ષ જ્ઞાન હોય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે, હે મુમુક્ષુ ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ.’ એટલે કે ‘જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.’
એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ, પ્રભુ ! ટિકિટ ખર્ચવી નહીં પડે, ટ્રેનમાં જવું નહીં પડે. અહીં બેઠા બેઠા તને લોકાલોકના પદાર્થોનું જ્ઞાન થશે. કેવળજ્ઞાનીનું જ્ઞાન કોઈપણ શેયને છોડતું નથી. છતાં શેય, જ્ઞાન અને જ્ઞાયકતા એકાકાર છે અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. આ બધુંય જાણવાનું, ધર્મની ક્રિયાઓ કરવાનું, તપનું, ત્યાગનું, સ્વાધ્યાયનું ફળ એક આત્મપ્રાપ્તિ છે. આત્મા પ્રાપ્ત થયો તો બધાંય સાધન સફળ અને આત્મા પ્રાપ્ત ના થયો તો,
વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. ૩
— શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૫ અત્યારે જીવો ધર્મના નામે બહારમાં પૈસા માટે દોડે, પ્રતિષ્ઠા માટે દોડે, માન-પૂજા માટે દોડે - આવા મલિન આશય હોય છે. આત્મપ્રાપ્તિ માટે સાધના કરનારા જીવો ત્રણે કાળમાં વિરલ હોય છે. જેને આત્માને પ્રાપ્ત કરવો છે તેને બધાય સંગ બાધક થાય છે. જો જીવ યોગ્ય દશાવાળો હોય તો તે એકાંત મૌનમાં જઈ, આત્માની સાધના કરી પોતાનું કામ કરતો જાય છે. દશા ના હોય તો જ્ઞાનીઓનો સત્સંગ ઉપકારી છે, અજ્ઞાનીઓનો નહીં. દશાવાળો જીવ હોય એનો બોધ ઉપકારી છે. કોઈ અજ્ઞાની ગમે તેટલો સારો બોધ આપતો હોય, ઘણા શાસ્ત્રોનું જ્ઞાન