________________
૨૪૦
-
શું સાધન બાકી રહ્યું ? પ્રાપ્ત થઈ ગયો. મુંબઈમાં એક ઘરની ઓળખાણ થઈ તો તમે આખા મુંબઈમાં લહેરથી ફરો. ખાવા, પીવાની, ઉતરવાની, રહેવાની તમારે કોઈ તકલીફ નહીં. એક જ ઘરની ઓળખાણ થઈ ગઈ. કામ થઈ ગયું બસ. વધારાની જરૂર નથી. પરમકૃપાળુદેવે પત્રાંક – ૭૬ માં કહ્યું છે કે, ‘માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્તો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.' વરસાદ પડે તો તેનું ફળ આવ્યા વગર રહે નહીં. રણમાં પડે તો મીઠું પકવે અને છીપમાં પડે તો મોતી પકવે અને ખેતરમાં પડે તો અનાજ પકવે, પણ નિષ્ફળ જાય નહીં.
પ્રભુશ્રીજી એક દષ્ટાંત આપતા હતા કે એક નવો નવો શિષ્ય આવેલો અને ગુરુને પ્રશ્ન કર્યો કે આ સદ્ગુરુ અને સત્સંગનું ફળ શું ? બધાય સદ્ગુરુ, સદ્ગુરુ કરે છે, સત્સંગ, સત્સંગ કરે છે એનું ફળ શું ? તો કહે કે હું તને અત્યારે કહીશ તો તું નહીં સમજે, પણ આ પ્રશ્ન સામે ઝાડ પર બેઠેલા કાચિંડાને પૂછજે. એટલે શિષ્ય કાચિંડા પાસે જઈને પૂછે છે કે સદ્ગુરુ અને સત્સંગનું ફળ શું ? જેવું કાચિંડાએ આ સાંભળ્યું કે તરત જ કાચિંડાનો દેહ છૂટી ગયો. એટલે શિષ્યને એમ થયું કે આ તો મને હત્યાનું પાપ લાગ્યું. આના કરતાં ના પૂછ્યું હોત તો સારું થાત. એટલે ગુરુ પાસે પાછો આવ્યો કે સાહેબ ! તમે મને આવું કામ ક્યાં સોંપ્યું ? આ પૂછ્યું ને આ બિચારો મરી ગયો. તમે જ જવાબ આપો હવે. તો ગુરુ કહે કે હું જવાબ નહીં આપું, બાજુના ઝાડ ઉપર પોપટનું બચ્ચું છે તેને જઈને આટલું પૂછી લેજે; તને જવાબ મળી જશે. તો, પોપટના બચ્ચાને જઈને પૂછે છે કે સત્સંગ અને સદ્ગુરુ મળ્યાનું ફળ શું ? તો એ પણ મરી ગયો. ઓહોહો ! બે હત્યા લાગી આને ! પાછો આવે છે ગુરુ પાસે અને કહે છે કે તમે મને આવું શું કામ સોંપો છો ? આ તો હું તમને ના મળ્યો હોત તો સારું હતું. આ તો મને બે હત્યાઓ લાગી ગઈ.
પણ
ગુરુ કહે કે તારે સાચું સમજવું છે તો એનો ઉપાય તો આ જ છે. આ નિમિત્તથી તારી યોગ્યતા આવશે તો આ નિમિત્તથી તારું કામ થઈ જાય તેમ છે. શિષ્ય કહે કે હવે તમે જ મને કહો કે સત્સંગ અને સદ્ગુરુ મળવાનું ફળ શું ? તો ગુરુ કહે, તને હવે છેલ્લી વખત એક રાજકુમાર પાસે મોકલું છું. નવા જન્મ્યા છે, થોડા મોટા થયા છે, એમને જઈને તું પૂછજે. તો કહે કે સાહેબ ! આ મરી જાય તો રાજા મને મારી નાખે. પોપટમાં ને કાચિંડામાં તો વાંધો નહોતો, પણ રાજાને માંડ આ એક છોકરો અવતર્યો છે અને એ મરી જાય તો મારું તો આવી જ બને. પણ ગુરુ કહે કે તને કંઈ નહીં થાય. તું ચિંતા છોડી દે. હવે તને સાચો જવાબ અહીંથી