________________
પપ૪
છ પદનો પત્ર કહેવાથી કરે એમાં કંઈ કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. “દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યક્ત્વ હોય છે.” એમ પરમકૃપાળુદેવે પત્રાંક - ૩૩૦માં કહ્યું છે. કેટલો બોધ આપ્યો છે પદનો !
સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૯ તો નિજપદ નિજમાંહી લહ્યું એનું નામ વિવેક. પોતાના મૌલિક જ્ઞાનમાં એણે તે “છ પદ' ખૂબ વિચાર્યા.
જયાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.
• – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૪૧ પરમકૃપાળુદેવે કહેવામાં કંઈ બાકી નથી રાખ્યું. એકલી ગુજરાતી ભાષામાં એટલો બધો આત્માને બાંધી લીધો છે કે સહેજ કંઈ આઘુંપાછું તત્ત્વ કરવા જાય તો ન થાય. વસ્તુનું સ્વરૂપ એવું એમણે સમ્યક્ પ્રકારે ગોઠવીને આત્મસિદ્ધિમાં શ્રેણીબદ્ધ જેવું કહ્યું છે. સમજાય તો કામ થઈ જાય એવું છે. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, રસ્તાન તહાં શંકા નહિ સ્થાપ.
- શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૦૭ ભલે અત્યારે સમજાતું નથી, તો પણ એના જેવું બીજું કોઈ ઉત્તમ તત્ત્વ નથી, એવો નિર્ણય થવો જોઈએ. અત્યારે આપણને મૌલિકતાથી આ વાત સમજાતી નથી, તો પણ આની પ્રરૂપણા કરનાર જ્ઞાની છે અને એનું મૂળ સ્ત્રોત તીર્થકર ભગવાન છે. આત્મજ્ઞાની પુરુષ ખોટું બોલે નહીં કે ખોટું લખે નહીં. તત્ત્વની પ્રરૂપણામાં ખોટું લખી નાંખે તો એમનો અનંત સંસાર વધે. અજ્ઞાનીઓ તો ગમે તેમ લખી નાંખે તો ચાલે. જ્ઞાનીઓ એકપણ અક્ષર આઘોપાછો લખતા નથી. તત્ત્વથી વિપરીતતા આવે, ભગવાનની વાણીથી વિરુદ્ધ આવે એવો એક અક્ષર પણ લખતાં નથી. કેમ કે, એમને ભવભ્રમણનો ભય છે. “છ પદ' નું એક પડખું પણ શંકા કરવા જેવું નથી. જો શંકા થઈ તો શ્રદ્ધામાં ન્યૂનતા અને શ્રદ્ધામાં ન્યૂનતા એટલે પદાર્થનો નિર્ણય સમ્યફ થઈ શકે નહીં. જ્ઞાન ઓછું હોય તો ચાલે છે, ચારિત્ર ઓછું હોય તો ચાલે છે પણ