________________
પપ૬
છ પદનો પત્ર નિજ કો નિજ, પર કો પર જાન, ફિર દુઃખ કા નહીં લેશ નિદાન.
જો સ્વરૂપની સાચી ઓળખાણ થઈ જાય તો જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિના તમામ પ્રકારના દુઃખ ટળી જાય એવું છે. માટે આ સ્વસ્વરૂપની ઓળખાણ કરવાની આપણને જ્ઞાની પુરુષો વારંવાર ભલામણ કરે છે. આપણને ઘણી વખત થાય કે સ્વરૂપની ઓળખાણ કરવી કઈ રીતે? છ પદ દ્વારા. છ પદને બરાબર વાંચો. એક એક પદ ઉપર ઊંડાણમાં વિચાર કરો.
જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે.
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - પ૬ સ્વરૂપનો પ્રકાશ થાય છે, વિવેક થાય છે, અનુભવ આવે છે, સાક્ષાત્કાર થાય છે. આ ચમત્કારિક વસ્તુ છે, કોઈ સામાન્ય વાત નથી. આ છ પદના પત્રનો વાસક્ષેપ નાંખ્યો છે. આ તો મોક્ષ મળે એવો વાસક્ષેપ નાંખ્યો છે, અનુભવમાંથી નીકળેલી આ વાત છે. ત્રણે કાળના જ્ઞાનીપુરષોએ આ જ મોક્ષમાર્ગ બતાવ્યો છે. હાલ સીમંધર ભગવાન આ જ છે પદની દેશના પ્રકાશે છે અને ભવિષ્યમાં આવનારા તીર્થકરો પણ આ જ વાત એ વખતના જીવોને એમની ભાષામાં કહેવાના છે. તીર્થંકર ભગવાનની ભાષા દરેક જીવ પોતપોતાની ભાષામાં સમજે છે. આત્મતત્ત્વની સાચી શ્રદ્ધા થવા માટે, આત્મતત્ત્વનું સાચું જ્ઞાન થવા માટે અને આત્મસ્વરૂપમાં સ્થિરતા થવા માટે આ છ પદની દેશના પ્રકાશી છે.
જીવાદિનું શ્રદ્ધાન સમકિત, જ્ઞાન તેમનું જ્ઞાન છે; રાગાદિ વર્જન ચરણ છે ને, આ જ મુક્તિ પંથ છે.
– શ્રી સમયસાર - ગાથા – ૧૫૫ જીવ તત્ત્વનું શ્રદ્ધાન થવું એનું નામ સમ્યક્ત્વ છે. આત્મતત્ત્વનું જ્ઞાન થવું, ભાન થવું એ જ્ઞાન છે અને રાગાદિવને ચરણ છે – રાગભાવથી રહિત થવું એ ચારિત્ર છે. એટલે કે આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવી. યથાર્થ વિવેક આવે તો સ્વસ્વરૂપની ઓળખાણ થયા વગર રહેતી નથી. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે.
અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવતે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. આ મૂળ પ્રયોજનભૂત વાત છે. પરવસ્તુમાં અહંપણું અને મમત્વપણું અનાદિકાળથી ચાલ્યું આવ્યું છે. કેમ ચાલ્યું આવ્યું છે?