________________
૬૨૬
ત્રણ મંત્રની માળા આપણા ભાવ વિશુદ્ધ થાય, કષાયની મંદતાવાળા થાય અને આત્મતત્ત્વના વિચારમાં રહ્યા કરે, જ્ઞાનીઓના વિચારમાં, જ્ઞાનીઓના વચનોમાં કે કોઈને કોઈ મંત્રોમાં ઉપયોગ રહ્યા કરે તેવો પુરુષાર્થ કરવો. આત્મસિદ્ધિની એક ગાથા તમે હજાર વાર બોલશો તોય મહાલાભ છે. એકની એક ગાથા તમે હજાર વાર બોલશો તોય મહાલાભ છે. એકની એક ગાથા બોલશો તો ઊંડાણમાં પ્રવેશ થશે, એનું રહસ્ય અને મર્મ સમજાશે અને તેનાથી આત્માના ઉપયોગની શુદ્ધિ થશે અને પરંપરાએ શુદ્ધિ તમને આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવી, ચાર ગતિના દુઃખોમાંથી મુક્ત કરાવશે. આ આત્મસિદ્ધિ કંઈ જેવું તેવું શાસ્ત્ર નથી, હજારો શાસ્ત્રોનો સરવાળો, બધાય આગમોનો સાર એમાં આવી જાય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે,
દર્શન પટે સમાય છે, આ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ના કાંઈ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર આ આત્મસિદ્ધિનો સાર એ સહજાત્મસ્વરૂપ પરમગુરુ છે. આ સહજાત્મસ્વરૂપ એ આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. એ જગ્યા કરો, એક પૈસાનો ખર્ચો નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે, અતિ નિર્ભરતા વણ દામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લો.
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૧૫ કોઈ પૈસો આપવાનો નથી, કોઈ ટિકિટ કઢાવવાની નથી. ઘેર બેસીને ધર્મ કરો, ઘરમાં ના ફાવે તો કોઈ ગાર્ડનમાં બેસીને કરો, છેવટે ભીંત સામે મોઢું રાખીને પણ કરો, પણ સમયનો સદુપયોગ કરશો તો જ તમે મનુષ્યભવની બાજી જીતી શકશો, બાકી આ વેવાઈ આવ્યા ને આ મિત્રો આવ્યા ને આ ધંધાના વેપારીઓ આવ્યા, આમને મળવા ગયા ને તેમને મળવા ગયા - આ આ બધામાં સમય પૂરો થઈ જશે. અત્યારે તમને એટલા પુણ્યનો ઉદય છે કે ખાવા-પીવાની તમારે કોઈ તકલીફ નથી, એકેક ફ્લેટ વેચો તો પાંચ-પાંચ, દસ-દસ કરોડ આવે એવા છે. એ દસ કરોડ મૂકીને ઈડરમાં શાંતિથી બેસી જાઓ અને આનંદથી ધર્મની આરાધના કરો. રોજ સ્વામિવાત્સલ્ય કરી શકશો ! એનાથી મોટું પુણ્ય બાંધશો અને આ ફલેટમાં રહીને, પૈસા ભેગા કરીને આજીવિકા ચલાવવા માટે કેટલાય પાપ બાંધશો ત્યારે પાપી પેટ ભરી શકશો, તે પણ ડૉક્ટર છૂટ આપે એટલું જ. ડૉક્ટર અડધી વેઢમી ખાવાની જ છૂટ આપશે. એ પણ ગોળવાળી, ખાંડવાળી તો નહીં ! આવી સ્થિતિ આપણી છે! જુઓ ! સમય કાલ પૂરો થઈ જશે. એક ભજનમાં આવે છે કે