________________
૬૪૦
ત્રણ મંત્રની માળા તમે જે મેળવ્યું હોય તેને આત્મા ભોગવી શકતો ય નથી ! પાંચ ઈન્દ્રિયના ભોગને આત્મા ભોગવી શકતો, નથી પણ એમાં ભોગવાઈ જાય છે. આત્મા બાહ્ય સુખોને ભોગવી શકતો નથી, પણ વિકલ્પ દ્વારા એ અંદરમાં પોતે ભોગવાઈ જાય છે. માટે -
ઘડી ઘડી પલ પલ સદા, પ્રભુ સુમિરન કો ચાવ; નરભવ સફલો જો કરે, દાન શીલ તપ ભાવ.
– શ્રી બૃહદ્ આલોચના ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન,
ભાવે જિનવર પૂજીએ, ભાવે કેવળજ્ઞાન. ભાવ” બગડવા ન દેવાં એનું નામ સાધના. ગમે તેવા ઉદયો હોય, નિમિત્તો હોય, સંયોગો હોય એમાં આપણા ભાવોની વિશુદ્ધિ બીજાના નિમિત્તે બગાડવાની જરૂર નથી. જેનું બગડ્યું હશે એનું નુક્સાન એને છે, તમને નથી. તો, બીજાના નિમિત્તે કેમ “ભાવ” બગાડો છો? એ ભાવ બગાડવાથી તમારું બગડે છે કે બીજાનું બગડે છે એ તો વિચારો. છોકરો સ્કૂલેથી મોડો આવ્યો એટલે તમારા “ભાવ” બગડી ગયા અને કષાયમાં આવીને તમે તેને ત્રણ-ચાર લાફા મારી દીધા. કષાયથી નુક્સાન તમને થયું કે છોકરાને થયું? છોકરાને જે નુક્સાન થયું રડવાથી કે આર્તધ્યાન કરવાથી એ એના દ્વારા એને થયું અને તમારા “ભાવ” દ્વારા તમારું નુક્સાન તમને થયું. બીજાના ભાવથી બીજાને નુક્સાન કે લાભ થાય. મારા ભાવથી બીજાને નુક્સાન કે લાભ થાય નહીં. હું સ્વાધ્યાય આપું તો સ્વાધ્યાયની અંદરમાં તેટલો મારો ઉપયોગ જાગૃત છે એટલો લાભ મને થાય છે અને સ્વાધ્યાયની અંદરમાં ઉપયોગ જાગૃત ન રાખું તેનું નુક્સાન પણ મને થાય છે. એવી રીતે તમે એકાગ્રતાથી સાંભળો તો તમને તમારા સાંભળવાથી જે પરિણામ થયા તેનાથી લાભ છે અને ના સાંભળો અને અહીં બેઠા બેઠા દુનિયામાં આંટા મારી આવો તો એનું નુક્સાન તમને છે.
ભર નિદ્રા ભર્યો, સંધી ઘેય ઘણો, સંતના શબ્દ સુણી કાં ન જાગે ? ન જાગતાં નરસૈયા' લાજ છે અતિ ઘણી, જન્મોજનમ તારી ખાંત ભાંજે. સમરને શ્રી હરિ મેલ મમતા પરી, જોને વિચારીને મૂળ તારું; તું અલ્યા કોણ ને, કોને વળગી રહ્યો? વગર સમજે કહે, મારું મારું.
–ભક્તકવિશ્રી નરસિંહ મહેતા